Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતની પાંચ ફરિયાદમાં આરોપીને પાંચ વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ

રૂ.૭ લાખ ૮પ હજાર વળતર પેટે ચૂકવી આપવા હુકમઃ

જામનગર તા. ૨૯: જામનગરના એક આસામીએ નવસારીમાં વસવાટ કરતા વ્યક્તિ સામે રૂ.૭ લાખ ૮૫ હજારના પાંચ ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. અદાલતે તમામ કેસમાં એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા નવસારીના આસામીને હુકમ કર્યાે છે.

જામનગરના નટવરલાલ કાકુભાઈ કોટેચા નામના વેપારી સાથે નવસારીમાં કપડાનો વ્યવસાય કરતા ભરતભાઈ વાછાણીએ મિત્રતાના દાવે રૂ.૭ લાખ ૮પ હજાર ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે જુદી જુદી રકમના પાંચ ચેક આપ્યા હતા.

તે તમામ ચેક બેંકમાં રજૂ કરાતા અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફર્યા હતા. આથી નોટીસ પાઠવ્યા પછી કોર્ટમાં નટવરલાલે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, બંને વચ્ચે મિત્રતા નો સંબંધ નથી પરંતુ નટવરલાલના બહેને તેઓની મુલાકાત કરાવી હતી અને રૂ.૧ લાખ હાથઉછીના મેળવી તેની સામે સિક્યુરિટીમાં અપાયેલા ચેકનો દૂરઉપયોગ કરવામાં આવ્યો છે. બંને વચ્ચે રૂ.૧ લાખનો જ વ્યવહાર થયો છે અને તેમાંથી અમૂક રકમ આરોપીએ ફરિયાદીના બહેનના ખાતામાં જમા પણ કરાવી છે.

બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે મૌખિક બચાવથી કેસ ખોટો હોવાનું માની શકાય નહીં તેવી ફરિયાદ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે દરેક કેસમાં આરોપીને તક્સીરવાન ઠરાવી એક-એક વર્ષની કેદની સજા અને રૂ.૭ લાખ ૮૫ હજારનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદ તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh