Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ ૧પ સ્થળોએ તપાસનો ધમધમાટઃ
મુંબઈ તા. ર૯: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રાના ઘરે ઈ.ડી. ત્રાટકી છે અને ૧પ ઠેકાણે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
બોલિવૂડ જગતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાના ઘરે ઈ.ડી. ત્રાટકી હતી. આ કાર્યવાહી પોર્નોગ્રાફી નેટવર્ક મામલે કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે.
આ મામલે ઈ.ડી. તેમના ઘર અને ઓફિસ બન્ને ઠેકાણે તપાસ કરી રહી છે. રાજકુંદ્રા વિરૂદ્ધ ર૦ર૧ માં પોલીસે પોર્ન પ્રોડક્શનના આરોપસર ધરપકડ કર્યા પછી ચાલી રહેલી તપાસના ભાગરૂપે ઈ.ડી.એ આ દરોડો પાડ્યા હોવાનું જાણવા મળ્યું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઈન્ડિયન પેનલ કોડ અને આઈટી એક્ટ હેઠળ કુંદ્રાની ધરપકડ કરી હતી. બાદમાં સીટી કોર્ટે કુંદ્રાને જામીન આપ્યા હતાં.
મોબાઈલ એપ્લિકેશન મારફત પોનોગ્રાફિક કન્ટેન્ટના પ્રોડક્શન અને વિતરણના આરોપોસર મની લોન્ડરીંગ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે ઈ.ડી.ની ટીમ કુલ ૧પ જગ્યાએ દરોડાની કાર્યવાહી કરી રહી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે જે પૈસા એકઠા થયા હતાં તે આવા વીડિયોના માધ્યમથી વિદેશમાં મોકલાયા હતાં. આ રીતે પૈસાની મોટાપાયે હેરફેર કરવામાં આવી હતી, જેની તપાસ ઈ.ડી. કરી રહી છે.
જૂનમાં મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે કુંદ્રાની માલિકીની હોટશોટ્સ એપ્લિકેશન પોર્નોગ્રાફી પ્રોડક્શન કેસમાં સંડોવણી હોવાના આરો૫ોની તપાસ હાથ ધરી છે. જેમાં તપાસમાં જપ્ત કરાયેલ સર્વર પર એડલ્ટ સામગ્રીનો પર્દાફાશ કર્યો હતો. જેના પગલે કુંદ્રા અને તેના સહયોગીઓની ઊંડી તપાસ હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial