Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં જ ખેડૂતો ઉમટયા

અહીં હજુ વધુ ખરીદ કેન્દ્રો ખોલવા રજૂઆતો પણ થઈ

ખંભાળિયા તા. ૨૯: ખંભાળિયામાં મગફળીના ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં ખેડૂતો ઉમટી રહ્યા છે. અને અહીં હજુ વધુ કેન્દ્રો ખોલવાની માંગ કરી છે.

તા. ૧૧-૧૧-૨૪ ના રોજ સમગ્ર ગુજરાતમાં મગફળીના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ રાજય સરકારે કર્યો પરંતુ તેના પછી દશેક દિવસ પછી દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં મગફળીનું ટેકાના ભાવે ખરીદીનુ કેન્દ્ર શરૂ થતાં તથા નાના સેન્ટરો લાલપુર ભાટીયામાં પણ શરૂ થઈ ગયું હોય ભારે ઉહાપોહ થતાં ખંભાળિયામાં ભીંડી સેવા સહકારી મંડળીને મંજુરી આપતા તેમના દ્વારા ખંભાળિયાની સુકી ખેતી સંશોધન કેન્દ્રમાં મગફળી ટેકાના ભાવની ખરીદીનુ કાર્ય શરૂ થયું છે.

રોજ ૧૦૦ થી ૧૨૫ વ્યકિતઓ કે જેમનું રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તેમને મેસેજ મોકલીને મગફળી વેંચાણ કરવા માટે બોલાવવામાં આવે છે જેમાંથી રોજ ૭૦ થી ૭૫ ખેડૂતો વેંચાણ કરવા માટે આવે છે જેમની પાસેથી ખેડૂત દીઠ ૨૦૦ મણની મર્યાદામાં ખરીદી કરવામાં આવે છે આવી જ રીતે જિલ્લાના અન્ય મંજૂર સેન્ટરોમાં પણ ખરીદી થાય છે. સૌથી વધુ ખેડૂતો ખંભાળિયા આવે છે.

જો કે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં નોંધાયેલા ૧૦૭૦૮ ખેડૂતો પાસે માત્ર ૬૪ દિવસોમાં બાર લાખ ગુણી મગફળી ખરીદી કરવી અને તેને વેર હાઉસમાં પહોંચાડી શકય ના હોય તથા હાલ કામ અપાયેલ મંડળી બીનઅનુભવી હોય યાર્ડ ખંભાળિયા પ્રમુખ સી.પી. જાડેજા દ્વારા કૃષિ મંત્રી તથા પ્રભારી મંત્રીને રજૂઆત કરીને અન્ય કેન્દ્ર શરૂ કરવા માંગ કરાઈ છે. રાજયમાં આઠેક હજાર ખેડૂતો નોંધાયા હોય ત્યાં પણ ત્રણ- ત્રણ કેન્દ્ર ખોલાયા છે ત્યારે ખંભાળિયામાં બીજું કેન્દ્ર ખોલવાની માંગ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને સમયસર મગફળી વેંચવામાં તકલીફ ના થાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh