Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી સમાજ, વેપારી આલમમાં શોકની લાગણીઃ
દ્વારકા તા. ર૯: દ્વારકાના ગૌભક્ત, અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંલગ્ન રહી સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત તથા શાક માર્કેટના અગ્રણી વેપારી પ્રાણજીવનભાઈ લક્ષ્મીદાસ પાબારી તે સ્વ. લક્ષ્મીદાસ રામજીભાઈ પાબારી (એલ.આર. ગ્રુપ) ના જયેષ્ઠ પુત્રનું અવસાન થતા રઘુવંશી સમાજ, વેપારી આલમ તથા દ્વારકામાં શોકની લાગણી ફેલાઈ છે.
તેમની અંતિમ યાત્રામાં રઘુવંશી સમાજના આગેવાનો, વેપારીઓ, દ્વારકાધીશ મંદિરના પંડાઓ, ગુગળી બ્રાહ્મ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
સદ્ગત પ્રાણજીવનભાઈ લક્ષ્મીદાસ પાબારી તે બિપીનભાઈ પાબારીના મોટાભાઈ, ડાયાભાઈ, જેન્તિભાઈ, કિશોરભાઈના પિતા, મુન્નાભાઈ તથા નિલેશભાઈના અદા, બ્રિજેશ, પરાગ, હર્ષ, રોનક, મદનેશ, હર્ષણ, હેતના દાદા તથા સ્વ. સામજી માવજી બારાઈ (નાગેશ્વરવાળા) ના જમાઈ થાય.
સદ્ગતનું બેસણું આજે તા. ર૯-૧૧-ર૦ર૪ ના શુક્રવારે સાંજે ૪-૩૦ થી પ વાગ્યે ભાઈઓ તથા બહેનો માટે દ્વારકામાં લોહાણા મહાજન વાડીમાં રાખવામાં આવ્યું છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial