Advertisement
Author: નોબત સમાચાર

લગ્નની કંકોત્રી કે આમંત્રણ કાર્ડ ખોલવા સમયે સાવચેત રહેવા તાકીદ

સાયબર ફ્રોડથી ચેતવા અપીલ

ખંભાળિયા તા. ૨૯: ભારતમાં ફ્રોડના વધતા જતાં બનાવો નવી નવી યુકિતઓ કરીને છેતરવાના બનાવો ચાલુ થયા છે.

હાલ લગ્નની સિઝન છે ત્યારે લગ્નની કંકોત્રી મોકલીને તેમાં મેસેજ ઓપન કરવા લીંક મોકલીને લીંક ખોલતા વિવિધ ડોકયુમેંટની મંજુરીઓ માટે પરમીશનો માંગીને જેવી મંજૂરી મળે એટલે તમામ ડેટા હેક કરવા તથા જાણીને ઉપયોગ કરવા તથા છેતરપિંડીના કાર્યો શરૂ થઈ ગયા છે.

લીંક ખોલવા માટે તંત્ર દ્વારા અજાણ્યા નંબરો પરથી આવતી લીંક ના ખોલવા અપીલ કરવામાં આવી છે.

દ્વારકા તથા જામનગર જિલ્લામાં કેટલાક દિવસોથી સ્ત્રીના રેકોર્ડેડ મેસેજમાં મોબાઈલ નંબરની સેવાઓ અપડેટ કરવા માટેનો સંદેશ તથા તેમાં નવ નંબર દબાવો કહીને ડેટા હેક કરવાના પ્રયત્નો થતાં હોય ૮૮ પ્લસ નંબર પરથી આવતા આંતર રાષ્ટ્રીય કોલ પરથી રેકોર્ડેડ મેસેજ જે સામાન્ય રીતે મોબાઈલ કંપનીના હેલ્પ લાઈન નંબરો પરથી આવતા હોય તેવા હોય ઈન્ટરનેશનલ કોલ જેમાં ૮૮ નંબરથી કે ૯૨ નબરથી ચાલુ થતાં હોય તેવા નંબરો પરથી ફોન આવે ત્યારે રેર્કા્ડેડ મેસેજ પ્રમાણે અમલ ના કરવા તંત્ર દ્વારા જણાવાયું છે તથા આ બાબતે સાયબર સેલ દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh