Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના મોટાભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ર૯: કાલાવડના મોટી નાગાજણ ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિકે રિસામણે ગયેલી પત્નીના વેણથી માઠંુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. આ શ્રમિકનું સપ્તાહની સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના ભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
કાલાવડ તાલુકાના મોટી નાગાજણ ગામમાં દીલાભાઈ બોરીચાના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના જાંબુવા જિલ્લાના માછલાજીર ગામના વતની વિનુભાઈ થાવુભાઈ બાબેરીયા (ઉ.વ.૨૦) નામના યુવાને ગઈ તા.૨૧ના દિને કોઈ ઝેરી દવા પી લીધી હતી.
આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી વિનુભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ સેનીયાભાઈ થાવુભાઈનું કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જમાદાર વી.જે. જાદવે નિવેદન નોંધ્યું છે. જેમાં જણાવવામાં આવ્યા મુજબ વિનુભાઈના પત્ની થોડા દિવસથી માવતરે રિસામણે ચાલ્યા ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial