Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે-બે વર્ષની કેદ અને રૂ.સાડા પાંચ લાખનો દંડઃ
જામનગર તા. ૨૯: જામનગરના દરેડ જીઆઈડીસીમાં પેઢી ચલાવતા એક આસામીને ચેક પરતના બે કેસમાં અદાલતે બે-બે વર્ષની કેદની સજા અને રૂ.સાડા પાંચ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.
જામનગરના દરેડ જીઆઈડીસીમાં વૃષભ મેટલ નામની પેઢી ચલાવતા કૃષ્ણકાંત આનંદભાઈ અજુડીયાએ પોતાના પરિચયમાં રહેલા લખધીરસિંહ નાથુભા ચુડાસમા પાસેથી રૂ.અઢી લાખ અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા પાસેથી રૂ.અઢી લાખ હાથઉછીના મેળવ્યા હતા.
આ બંને વ્યક્તિને રકમની પરત ચૂકવણી માટે કૃષ્ણકાંતે ચેક આપ્યા હતા. તે બંને ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં રકમ ચૂકવવામાં ન આવતા બંને આસામીએ કૃષ્ણકાંત અજુડીયા સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
તે બંને ફરિયાદ ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી કૃષ્ણ કાંત આનંદભાઈ અજુડીયાને તક્સીરવાન ઠરાવી બે-બે વર્ષ ની કેદની સજા તેમજ લખધીરસિંહને રૂ.અઢી લાખ અને રાજેન્દ્રસિહને રૂ.૩ લાખ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. આ રકમ ભરપાઈ કરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા અપાઈ છે. બંને ફરિયાદી તરફે વકીલ જયેન્દ્રસિંહ ઝાલા, નિરલ ઝાલા, એચ.પી. ઝાલા, એસ.પી. જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial