Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ યજ્ઞોપવિતનું આયોજન

ગુજરાતમાં વસતા સમસ્ત બ્રહ્મસમાજ માટે

જામનગર તા. ર૯: જામનગરના અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૧૯-૧-ર૦રપ ના દિને જામનગરમાં ગુજરાતભરમાં વસતા બ્રહ્મસમાજના બટુકો માટે નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમૂહ યજ્ઞોપવિતના આયોજન અંગે વિસ્તૃત વિગતો આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ટ્રસ્ટી જયદીપભાઈ રાવલે સૌનું સ્વાગત કર્યું હતું.

મેનેજીંગ ટ્રસ્ટી કેતનભાઈ ભટ્ટે સમૂહ યજ્ઞોપવિતના આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે ર૦રર માં પ્રથમ સમૂહ યજ્ઞોપવિતની સફળતા પછી ર૦રપ માં દ્વિતીય આયોજન થઈ રહ્યું છે. જેમાં જોડાનાર બટુકના બ્રાહ્મણ પરિવાર પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

તા. ૧૮-૧-ર૦રપ ના મંડપ રોપણ, પીઠી, ગરબા, સાંજી વગેરે યોજાશે. જ્યારે તા. ૧૯-૧-ર૦રપ ના સવારથી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી બુટકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવશે. આ પ્રસંગે સંતો-મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે અને ત્યારપછી મહાપ્રસાદ (સમૂહ ભોજન) યોજાશે.

આ યજ્ઞોપવિતના આયોજનમાં જોડાવા ઈચ્છુક બ્રહ્મસમાજના પરિવારના બટુકના નામથી નોંધણી માટે મો.નં. ૯૯૧૩પ પ૪૯૧૯, ૯૯રપ૦ પ૭૭૦૯ (જામનગર), ૯૮રપપ ૧૬૮૮૦ (ધ્રોળ), ૮૭૮૦પ ૪ર૧૩૦ (ખંભાળિયા), ૯૩ર૮૦ ૩૪પ૯પ (ભાણવડ), ૯૭ર૪ર પપ૧૮૦ (કાલાવડ), ૯૪ર૭ર પ૬ર૬૦ (જામજોધપુર), ૯૯૭૯૭ ૦ર૮૪પ (દ્વારકા), ૯૯૯૪૦ ૧૬૧૯૧ (મીઠાપુર), ૮૦૦૦૩ ૮૦૦૦૧ (રાજકોટ) નો તથા વધુ વિગતો માટે મો.નં. ૯૯રપર ૯૭૭૮૭, ૯૦૯૯૧ ૭૧૭૭૧ ઉપર સંપર્ક કરવો.

આ પત્રકાર પરિષદમાં ટ્રસ્ટીઓ કેતનભાઈ ભટ્ટ, જયદીપભાઈ રાવલ, મહેશભાઈ રાવલ, કિરીટભાઈ ઠાકર, મનિષાબેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh