Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાઃ રઘુવંશી સોશ્યલ ગ્રુપ, જલારામ મંદિર દ્વારા આદર્શ લગ્ન

માતુશ્રી વીરબાઈર્માં આદર્શ લગ્નોત્સવમાં ૩૩૪મા લગ્ન સંપન્ન થયા

દ્વારકા તા. ર૯: દ્વારકામાં રઘુવંશી સોશ્યલ ગ્રુપ, જલારામ મંદિર દ્વારા માતુશ્રી વીરબાઈર્માં આદર્શ લગ્નોત્સવની યોજના ચાલી રહી છે. જેમાં માત્ર એક રૂપિયાના ટોકન દર સાથે કન્યાની અનુકૂળ તારીખે સંસ્થા દ્વારા લગ્ન કરી આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા ૩૩૪ મા આદર્શ લગ્ન યોજાયા હતાં. જેમાં ખ્યાતિ અને જીગ્નેશ લગ્ન ગ્રંથીથી જોડાયા હતાં. યજમાનપદે વનરાવનભાઈ કારિયા પરિવાર (અમદાવાદ) રહ્યા હતાં. સંસ્થાના ટ્રસ્ટીઓ અશ્વિનભાઈ ગોકાણી, નટુભાઈ રૂપારેલિયા, કે.જી. હિન્ડોચા, જલારામ મંદિર સત્સંગ મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh