Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગઈકાલે રાત્રે રાજસ્થાની સંગીતનો કાર્યક્રમ યોજાયો

પૂ. રસાદ્રરાયજીના શુભ વિવાહ પ્રસ્તાવ સંદર્ભે

જામનગરમાં બિરાજમાન અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના નિધિ તેમજ પરમ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય શ્રી મદનમોહન પ્રભુની અસીમ અનુકંપા તેમજ મહાકારૂણિક શ્રી મહાપ્રભુજી એવમ શ્રી ગુસાંઈજી પરમદયાલના અનુગ્રહથી પૂ.ગો.૧૦૦૮ વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના પ્રપૌત્ર, પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણિ મહાકિવ પૂ.ગો.૧૦૮ શ્રીહરિરાયજી મહારાજશ્રીના સુપૌત્ર તથા પૂ. ગો. શ્રીવલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગોની શરૂઆત પહેલા શુભ વિવાહ પ્રસ્તાવના ઉપલક્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગઈકાલે તારીખ ૨૮/૧૧/૨૪ ને ગુરૂવાર ના કલાતીત હોટલમાં રાજસ્થાની સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તારીખ ૨૯/૧૧/૨૪ ના શહેરની મધ્યમાં આવેલી સયાજી હોટલમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીતનો કાર્યક્રમ રાત્રે ૯:૩૦ કલાકે યોજવામાં આવ્યો છે.

ત્યારે વૈષ્ણવોમાં ઉત્સાહ સમાતો નથી અને વૈષ્ણવોના શુભ આગમનથી પ્રસ્તાવની શોભામાં અધિક અભિવૃદ્ધિ થશે  આ શુભ પ્રસંગ અંતર્ગત શ્રી મદનમોહન પ્રભુના વિવિધ મનોરથો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું શરૂઆત થઈ ગઈ છે ત્યારે પૂજ્ય ગુરુદેવના આંગણે આવેલા શુભ વિવાહ પ્રસ્તાવ પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સમાજ સેવા તથા દર્શનો પરમ આનંદ પ્રાપ્ત કરવા શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શુભવિવાહ પ્રસ્તાવનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ ચેનલ પર ફેસબુક પર શ્રી મોટી હવેલી જામનગર તથા ઈન્સ્ટાગ્રામ પર પરથી કરવામાં આવશે.

વૈષ્ણવોના ઉતારા માટે સમિતિના મો. નં. ૯૮૨૪૨ ૯૭૨૩૨ તથા ૯૪૨૮૩ ૧૫૭૫૮ ઉપર સંપર્ક કરવો. બહારગામથી પધારેલા વૈષ્ણવો માટે ઉતારા તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આમંત્રિત મહેમાનો માટે તા. ૪.૧૨.૨૪ ના રાત્રે શુભવિવાહના સમયે મહાપ્રસાદ યોજાશે.

આ શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગે સૌ આમંત્રીત મહેમાનો, વૈષ્ણવોને પધારવા સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા તથા વજુભાઈ પાબારીએ અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh