Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરિયામાં ભરતી-ઓટની જેમ માર્કેટમાં ઉતાર-ચઢાવઃ
મુંબઈ તા. ર૯: ગઈકાલે ધબડકા પછી આજે શેરબજાર રિકવરી મોડ પર છે, અને સવારે જ સેન્સેક્સ ૭૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. ર૬૯ શેરમાં અપર સર્કિટ જોવા મળી રહી છે.
શેરબજારમાં ગઈકાલે એફએન્ડઓ સેટલમેન્ટ, એફઆઈઆઈ વેચવાલીના લીધે નોંધાયેલા કડાકા પછી આજે માર્કેટ સુધર્યા છે. સેન્સેક્સ ૭ર૭ પોઈન્ટ અને નિફ્ટી ૧ર૧.પપ પોઈન્ટ ઉછળ્યો છે. રોકાણકારોની મૂડીમાં આજે ૩ લાખ કરોડ વધી છે. ૧૦-૪૮ વાગ્યે સેન્સેક્સ ૬૮ર.૭પ પોઈન્ટ અને નિફ્ટી ર૦૪.૬પ પોઈન્ટ ઉછળી ર૪,૧૧૮.૮૦ પર કારોબાર થઈ રહ્યો હતો. બીએસઈમાં ટ્રેડેડ ર૬૯ શેર્સમાં અપર સર્કિટ, ૧૬૧ શેર્સમાં લોઅર સર્ટિક વાગી હતી. ૧૪૯ શેર્સ પર વીધ હાઈ થયા છે. શેરબજારમાં હમણાંથી દરિયાની ભરતી-ઓટની જેમ રોજીંદો ઉતાર-ચઢાવ થતો જોવ મળી રહ્યો છે.
શેરબજારમા સાર્વત્રિક સુધારો જોવા મળ્યો છે. જેમં રિયાલ્ટી સિવાય તમામ ટોચના સેક્ટરોલ ઈન્ડેક્સમાં ૧ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. હેલ્થકેર અને ફાર્મા શેર્સમાં સુારાના કારણે ઈન્ડેક્સ ૧.૩૦ ટકા ઉછળ્યો છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં આઈટી અને ટેકનોલોજી શેર્સમાં પણ નીચા મથાળે ખરીદી વધી છે. ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેકસ ૦.૬૮ ટકા, ઓટો ૬.પ૬ ટકા, આઈટી ઈન્ડેક્સ ૦.૬૭ ટકા, ટેકનોલોજી ઈન્ડેક્સ ૦.૯૧ ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી ઈન્ડેક્સ ૦.૬૯ ટકા સુધર્યો છે.
નિષ્ણાતોના મતે શેરબજાર રેટ કટનું નબળુ વલણ, અમેરિકાના ઈકોનોમિક ગ્રોથ અને ફૂગાવાની ચિંતાઓના વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. વિદેશી રોકાણકારો પણ સતત વેચવાલ રહ્યા છે. જેથી માર્કેટમાં ટૂંકાગાળાની વોલેટિલિટી જોવા મળી શકે છે. એફઆઈઆરઈએ ગઈકાલે ૧૧,૭પ૬ કરોડની વેચવાલીા નોંધાવી હતી. નવેમ્બરમાં અત્યાર સુધી કુલ ૪ર,૦૦૦ કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial