Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોર્ચ્યુન ઈન્ડિયાની સપ્ટેમ્બરની યાદી બહાર પડી
મુંબઈ તા. ૨૯: શાહરૂખ ખાને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ૯૨ કરોડનો ટેકસ ચૂકવ્યો, અને સૌથી વધુ ટેકસ ચૂકવતાં સેલેબ્રિટિઝમાં પ્રથમ સ્થાને રહ્યા છે. આ સર્વેક્ષણ કરીને ફોર્ચ્યુન ઈન્ડિયાએ ટોપ- ફાઈવની યાદી બહાર પાડી છે.
૨૦૨૪ વર્ષ સૌથી વધુ ટેકસ ચૂકવનાર સેલિબ્રિટીઝની ફોર્ચ્યુન ઈન્ડિયાની સપ્ટેમ્બરની યાદી બહાર પાડી છે, જેમાં સલમાન ખાન, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી અને શાહરૂખ ખાન જેવા સુપર સ્ટાર્સ ટોપ-પમાં છે. પરંતુ તે કોણ છે, જે સપ્ટેમ્બરમાં નંબર વનનું બિરૂદ હાંસલ કરીને સૌથી વધુ ટેકસ ચૂકવનાર ભારતીય સેલિબ્રિટી બન્યા છે? આ બીજું કોઈ નહીં પણ બોલિવુડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન છે, જેણે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ૯૨ કરોડ રૂપિયાનો ટેકસ ચૂકવ્યો છે. તેમણે ૨૦૨૩માં પઠાણ, જવાન અને ડાંકી જેવી ફિલ્મો આપી છે. પરંતુ ૨૦૨૪માં તેમની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી. આમ છતાં તેણે આ ખિતાબ હાંસલ કર્યો છે.
શાહરૂખ ખાન પછી તાલપતિ વિજયે ૮૦ કરોડનો ટેકસ ભરીને બીજો ખિતાબ જીત્યો છે. ત્રીજા નંબર પર સલમાન ખાન છે જેણે ૭૫ કરોડ રૂપિયાનો ટેકસ ચૂકવ્યો છે. ચોથા સ્થાને અમિતાભ બચ્ચન છે, જેમણે ૭૧ કરોડ રૂપિયાનો ટેકસ ચૂકવ્યો છે. જયારે પાંચમાં સ્થાન પર ક્રિકેટર વિરાટ કોહલી છે, જેણે ૬૬ કરોડ રૂપિયાનો ટેકસ ભર્યો છે.
આ ઉપરાંત, કરીના કપૂર મહિલા સેલેબ્સમાં ટોપ ૧૦માંથી બહાર છે અને તેણે ૨૦ કરોડ રૂપિયાનો ટેકસ ચૂકવ્યો છે.
જો કે ફોર્ચ્યુન ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી હતી કે આ આંકડાઓ આ સેલેબ્સ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે એડવાન્સ ટેકસ પેમેન્ટના આધારે ગણવામાં આવ્યા હતા કે કેમ ?
બોલીવુડના વર્તુળો મુજબ ૨૦૨૩-૨૪ બંને સુપર સ્ટાર માટે બ્લોકબસ્ટર હતું. જ્યાં શાહરૂખ ખાતે જાન્યુઆરી ૨૦૨૩માં પઠાણ સાથે પુનરાગમન કર્યુ હતું, જેણે વિશ્વભરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ પછી એટલી દ્વાર નિર્દેશિત એસઆરકેની જવાન આવી, જેણે ૧૧૫૦ કરોડ રૂપિયાની કમાણી કરીને ઘણાં નવા રેકોર્ડ બનાવ્યા. વર્ષના અંતે ડંકી આવી, જેનું દિગ્દર્શન રાજકુમાર હિરાણીએ કર્યું હતું. ફિલ્મ પઠાણ- જવાન જેવી કમાણી કરી શકી નથી. પરંતુ તેમ છતાં તે ૪૦૦ કરોડથી વધુની કમાણી કરવામાં સફળ રહી હતી. આ કારણે નફાનો હિસ્સો અને કમાણીથી શાહરૂખ લગભગ એક દાયકા પછી ભારતમાં સૌથી વધુ ટેકસ ચૂકવનાર અભિનેતા બન્યો.
એ જ રીતે, દક્ષિણના સુપરસ્ટાર તાલપતિ વિજયની ૨૦૨૩-૨૪માં મોટી બ્લોકબસ્ટર રિલીઝ છે. ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ, જેણે ૬૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. કેટલાક અહેવાલો અનુસાર, અભિનેતાને ફિલ્મ માટે ફી તરીકે ૨૦૦ કરોડ રૂપિયાથી વધુ મળ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial