Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીત્તેર જેટલા જરૂરી સરકારી કાગળોમાં જ અટવાય છે જિંદગી...
ખંભાળિયા તા. ૨૯: એક કવિની સુંદર પંકિત છે પાંચ સાત તારીખની વચ્ચે અટવાયો છે રહેવા દે ફૂલોની વાત રઘવાયો છે..!! હાલ કે.વાય.સી. ખેડૂત રજિસ્ટ્રેશન, શિષ્યવૃત્તિ માટે આધારકાર્ડ માટે કતારો જોઈને કોઈએ સોશ્યલ મીડિયામાં ભારતના નાગરિકો વિવિધ કાર્ડ કે.વાય.સી. કરાવવામાં જ જિંદગી નીકળે છે શાંતિથી કેમ જીવવું? તે મોટી સમસ્યાનો કટાક્ષ કરતી વાત સોશ્યલ મીડિયામાં વ્યાપક બની છે.!!
આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, એ.ટી.એમ. કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પી.યુ.સી. ગાડીના વીમા, જીવન વીમા પહોંંચ, ઘર વીમા પહોંચ, મેડીકલેઈમ પહોંચ, વાડી ખેતર પાક વીમો, મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, મનરેગા કાર્ડ, પાસપોર્ટ, હયાતીનો દાખલો, ડોમીસાઈલ પ્રમાણપત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો, લીવીંગ સર્ટિફિકેટ, અભ્યાસનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો લીંક કરવી, શારીરિક ફીટનેસનો દાખલો, માનસિક ફીટનેસનો દાખલો, બે નંબરનો ઉતારો, ૬ નંબરનું પત્રક, ૭-૧૨ નો દાખલો, આઈ.ટી. રીટર્ન, જી.એસ.ટી. સર્ટિફિકેટ, પ્રોવિડન્ટ ફંડ નંબર, સી.પી.એફ. નંબર, પાર્ટનરશીપ ડીડ, ગુમાસ્તાધારા પ્રમાણ પત્ર, ટી.ડી.એસ. સર્ટિફિકેટ, જમીનદારનું પ્રમાણપત્ર, પ્રોપર્ટીનું ટાઈટલ કલીઅર, રહેણાંક મકાનનો મંજુર નકશો, બાંધકામ રજાચિઠ્ઠી, ભાડાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી, વેરા પહોંચ, પાલિકા, ન.પા. મ.પા.નુ નો ડ્યુ સર્ટિફિકેટ, સ્થાનિક બેંક, સહકારી મંડળીનું નોડ્યુ સર્ટિ, પોલીસનો બીન ગુનાહિતનો દાખલો, સરકારી કર્મચારીનું આઈ.ડી. પ્રુફ, મરણ સર્ટિફિકેટ, ભાડુત હોય તો ભાડા કરાર, આધાર સાથે પરમેનેન્ટ મોબાઈલ નંબર લીંક કરવો, વિધવા કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ, સુપર સિનિયર કાર્ડ, ગાડીની આર.સી. બુક, પી.યુ.સી. સર્ટિફિકેટ, ફાર્મર રજીસ્ટ્રેશન, ફોર્મ નં. ૧૬.... આવા કાર્ડ અને દાખલા બનાવવામાં જ ભારતનો નાગરિક ખોવાઈ જાય છે.
આવી બધી યાદી હાલ સોશ્યલ મીડિયામાં વ્યાપક બની છે કે જેને શાંતિથી જીવવી કે જંજાળમાં જિંદગી વિતાવવી સરકાર આપશે જવાબ ?!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial