Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દક્ષિણ ભારતના રાજ્યો એલર્ટ પરઃ ભારેથી અતિભારે વરસાદની ચેતવણીઃ શાળાઓમાં રજા
ચેન્નાઈ તા. ર૯: વિકરાળ વાવાઝોડું ફેંગલ સક્રિય થઈને દક્ષિણ ભારતના રાજ્યો પર ત્રાટકીને વિનાશ વેરી શકે તેમ હોઈ, એલર્ટ સાથે જરૂર પડ્યે રાહત-બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરવામાં આવશે.
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ફેંગલ વાવાઝોડાની અસર ભારતના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના અણસાર છે, જ્યારે તમિલનાડુ અને પુડુચેરીમાં ચેતવણી જારી કરતા શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
ભારતીય હવમાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે, જેના કારણે આગામી ૪૮ કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.
પુડુચેરીના ગૃહમંત્રી એ. નમાસિવાયમે અહીંની તમામ શાળાઓમાં આગામી બે દિવસ માટે રજાની જાહેરાત કરી છે. ચેન્નાઈ પ્રાદેશિક હવામાન કેન્દ્રના નિર્દેશક એસ. બાલાચંદ્રને કહ્યું કે બંગાળની ખાડીમાં તીવ્ર દબાણનો વિસ્તાર બની રહ્યો છે, તેમજ વાવાઝોડું નાગાપટ્ટીન દક્ષિણ પૂર્વથી લગભગ ૩૧૦ કિ.મી., પુડુચેરી દક્ષિણ પૂર્વથી ૪૧૦ કિ.મી. અને ચેન્નાઈથી ૪૮૦ કિ.મી. દૂર છે, જ્યારે તમિલનાડુમાં નિચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામતીના ધોરણોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ફેંગલ વાવાઝોડું શ્રીલંકાના દરિયાકાંઠે લગભગ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે. તે આગામી ૧ર કલાક દરમિયાન ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. જેથી ૩૦ મી નવેમ્બરની સવારની આસપાસ, તે તીવ્ર દબાણ વિસ્તાર તરીકે કરાઈકલ અને મહાબલીપુરમ્ વચ્ચે ઉત્તરીય તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરશે. આ સમયગાળા દરમિયાન પ૦-૬૦ થી ૭૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ર૯ અને ૩૦ નવેમ્બરે તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં ર૯ નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે.
કેરળ, માહે અને દક્ષિણ કર્ણાટક તેમજ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ૩૦ નવેમ્બકર અને ૧ ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદની અપેક્ષા છે. ઈસરો ર૩ નવેમ્બરથી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોની મદદ માટે નેવી, એચએડીઆર અને એસએઆર ટીમો તૈનાત છે. એનડીઆરએફ એ જણાવ્યું હતું કે તેની ટીમે ટીઆર પટ્ટન કરાઈકલમાં સંવેદશીલ અને નિચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે જોખમ મૂલ્યાંકન અને સલામતીના પગલાં અંગે ચર્ચા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial