Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોરોનાકાળ વખતે ટોળાએ કરી હતી બબાલઃ
જામનગર તા. ૨૯: લાલપુર તાલુકામાં આવેલી રિલાયન્સ કંપનીની લેબર કોલોની-૮માં કોરોનાકાળ વખતે ધમાલ મચાવનાર ટોળા સામે જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. સોળ શખ્સ સામે ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં કોર્ટે આરોપીઓનો છૂટકારો ફરમાવતો હુકમ કર્યાે છે.
લાલપુર તાલુકાના પીપળી ગામ પાસે આવેલી રિલાયન્સ કંપનીની લેબર કોલોની-૮માં કોરોનાકાળ દરમિયાન ગઈ તા.૮-૬-૨૦૨૦ના દિને કેટલાક કામદારોએ ધમાલ મચાવી હતી. કોલોનીના સિક્યુરિટી ગાર્ડ ધરાર માસ્ક પહેરાવે છે, દૂર રહેવા કામદારોને ધમકાવે છે અને જમવાનું બરાબર મળતું નથી તેવો દેકારો કરી કેટલાક વ્યક્તિઓએ ઉશ્કેરણી કર્યા પછી ગેરકાયદે મંડળી રચી હુલ્લડ કર્યું હતું.
આ ટોળાએ રસોડાનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને લાઈટો ફોડી નાખી સિક્યુરિટી ગાર્ડની કેબીન ઉંધી વાળી દીધી હતી અને કેટલાક ગાર્ડને પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડી હતી. એક ગાર્ડનો કેમેરો ઝૂંટવી લેવાયો હતો.
આ બાબતે રિલાયન્સ કંપનીના મેનેજર કનુભાઈ એમ. ગજ્જરે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંેંધાવતા આઈપીસી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એપેડેમિક એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. અભયસિંહ ગગુભા ચુડાસમા, અક્ષય દિનેશભાઈ ખેતીયા વગેરે ૧૬ કામદાર સામે પોલીસે ગુન્હો નોંધી ચાર્જશીટ કર્યું હતું. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, હિતેશ ગાગીયા, રવિ કરમુરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓનો છૂટકારો કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial