Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનએચએઆઈ એ ભાવવધારો પાછો ખેંચવાનો નિર્ણય લેતા
નવી દિલ્હી તા. ૧ઃ એનએચઆઈ એ ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હોવાથી આગામી આદેશો સુધી ટોલ દરોમાં ફેરફાર કરવમાં આવશે નહીં, અને અત્યારે હાલના ટોલ દરો જ લાગુ રહેશે.
નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સોમવાર, ૧ એપ્રિલથી દેશભરના નેશનલ હાઈ-વે અને એક્સપ્રેસ-વે પર ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. એક મીડિયા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર આ રોલબેક અંગે તમામ પ્રોજેક્ટ ડાયરેક્ટરોને જાણ કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર નિયમ પાછો ખેંચાયો હોવાના કારણે અત્યારે હાલના ટોલ દરો જ લાગુ રહેશે. એનએચએઆઈ દ્વારા ટોલ રેટ વધારવાના નિર્ણયના થોડા દિવસો પછી જ આ વાત આવી છે. રવિવારે રાત્રે લગભગ ૯ વાગ્યે એનએચઆઈના પ્રોજેક્ટ મેનેજર (બરેલી) દ્વારા એક પત્ર પણ જારી કરવામાં આવ્યો છે કે આગામી આદેશો સુધી ટોલ દરોમાં ફેરફાર કરવામાં આવશે નહીં. આગ્રા અને ઉત્તરપ્રદેશના અન્ય વિસ્તારોમાં તૈનાત એનએચએઆઈ અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે હાલમાં ટોલ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુપીએસઆરટીઓની જાહેર પરિવહન એજન્સીને એનએચએઆઈ તરફથી ટોલ દરોમાં સુધારો કરવાનો કોઈ આદેશ મળ્યો નથી. તેથી બસ ભાડા પરના સરચાર્જમાં કોઈ ફેરફાર લાગુ કરવામાં આવશે નહીં. સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થવાને કારણે ટોલ ફી વધારવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હોવાની અટકળો ચાલી રહી છે. તાજેતરના સૂચનો અનુસાર જે ફાસ્ટેગ વપરાશકર્તાઓએ તેમની કેવાયસી વિગતો અપડેટ કરી નથી. તેમના ફાસ્ટેગ એકાઉન્ટ અને ઉપકરણને આજથી એટલે કે ૧લી એપ્રિલથી અમાન્ય જાહેર કરવામાં આવશે. ફાસ્ટેગ કેવાયસી તમામ ફાસ્ટેગ વપરાશકર્તાઓ માટે ફરજિયાત છે. જો તમે હજી સુધી કેવાયસી કર્યું નથી, તો ફાસ્ટેગ બેંક ખાતામાંથી નિષ્ક્રિય થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial