Advertisement
Author: નોબત સમાચાર

સગીરા પર દુષ્કર્મ ગુજારવાના આરોપમાં અદાલતે આરોપીનો ફરમાવ્યો છૂટકારો

બચાવપક્ષની દલીલો રાખવામાં આવી ગ્રાહ્યઃ

જામનગર તા. ૧ઃ જામનગરની એક સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે બચાવપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની સગીર વયની ૫ુત્રીને રણજીતસિંહ જોરૂભા જાડેજા નામના શખ્સે સંબંધમાં ફોસલાવી તેણી પર દુષ્કર્મ ગુજાર્યા પછી પોતાના મોબાઈલમાં એક વીડિયો બનાવી લીધો હતો. તેના આધારે બ્લેકમેઈલ કરી સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાબતની જાણ તે સગીરાના પરિવારને થતાં તેઓએ મકાન બદલાવી નાખ્યું હતું. આમ છતાં રણજીતસિંહ સગીરાને પજવતો હતો.

આખરે આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે અગાઉથી જ પરિણીત એવા આરોપી રણજીતસિંહ જોરૂભા સામે ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી. આ કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવ્યો હતો.

અદાલતમાં બંને પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે બચાવ પક્ષના વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, પાર્થ બગડાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી રણજીતસિંહનો છૂટકારો ફરમાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh