Advertisement
Author: નોબત સમાચાર

જમીન બાબતે મનદુખથી યુવાનને માર પડ્યોઃ ડમ્પરચાલકને ધોકાવી નખાયો

કતરાઈને કેમ જુએ છે તેમ કહી યુવકને પાઈપ ઝીંક્યોઃ

જામનગર તા. ૧ઃ જામનગરના જગા ગામમાં જમીન બાબતે મનદુખ પછી એક યુવાન પર તેના ત્રણ કૌટુંબિકે હુમલો કર્યાે હતો. ખંભાળિયા નાકા પાસે એક યુવક પર કતરાઈને કેમ જુએ છે તેમ કહીને એક શખ્સે પાઈપ ઝીંક્યો હતો. મહાપ્રભુજી બેઠક પાસે બે બાઈકમાં આવેલા ચાર શખ્સે ડમ્પર રોકાવી ચાલકને ધોકાવ્યો હતો.

જામનગર તાલુકાના જગા ગામમાં રહેતા સાહિલ અબ્બાસ ખેરાણી નામના યુવાનના પરિવાર સાથે તેમના જ કૌટુંબિક યુસુફ આમદ ખેરાણી, સમીર યુસુફ ખેરાણી, સાહિલ યુસુફ ખેરાણીને જમીન બાબતે મનદુખ ઊભું થયા પછી તે બાબતનો ખાર રાખી શનિવારે સવારે સાહિલ અબ્બાસભાઈ પર પાઈપ વડે હુમલો કરાયો હતો.

ઉપરોક્ત ત્રણેય આરોપીઓ પાઇપ સાથે સાહિલભાઈના ખેતરમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેઓએ સાહિલ તથા રિયાઝને ગાળો ભાંડ્યા પછી સાહિલ યુસુફ ખેરાણીએ પાઈપથી હુમલો કરી માર માર્યો હતો. વચ્ચે પડનાર રીયાઝને પણ ફટકારવામાં આવ્યો હતો. પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર રબારી પાર્કમાં રહેતા શબ્બીર હનીફભાઈ કીડીયા ગઈ તા.૧૪ની રાત્રે ખંભાળિયા નાકા પાસે પાનની એક દુકાન પાસે પોતાના મિત્રો સાથે બેઠા હતા ત્યારે મસીતીયા ગામના આદમ જુસબ ખફી ઉર્ફે વીંછી નામનો શખ્સ પાઈપ સાથે ધસી આવ્યો હતો. મારી સામે કેમ કતરાતો હોય છે તેમ કહી આદમે હુમલો કરી શબ્બીરને માર માર્યાે હતો.

જામનગર તાલુકાના મિયાત્રા ગામના ભૂપતભાઈ મેરાભાઈ માટીયા ગઈકાલે રાત્રે નવેક વાગ્યે પોતાનું ડમ્પર લઈને સુભાષબ્રિજથી મહાપ્રભુજી બેઠક તરફ જતા હતા ત્યારે બે બાઈકમાં ધસી આવેલા ચાર શખ્સે ડમ્પર આડે બાઈક રાખી દઈ ડમ્પર રોકાવ્યું હતું. તે પછી આ શખ્સોએ ગાળો ભાંડી ઝઘડો કર્યા પછી નજીકમાં પડેલું દૂધનું પ્લાસ્ટિકનું ખાલી કેેરેટ ઉપાડી ભૂપતભાઈને ઝીંકી દીધુ હતું. ઢીકાપાટુ મારી આ યુવાનને ઈજા પહોંચાડાઈ હતી. તે પછી હુમલાખોરો નાસી ગયા હતા. ભૂપતભાઈએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh