Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકીબેકી, વર્લીનો જુગાર રમતા છ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૧ઃ કાલાવડ શહેર તેમજ લાલપુરના રીંઝપર અને રાજકોટ ધોરીમાર્ગ પર જુગાર રમતા પંદર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. ચલણી નોટના નંબર પર એકીબેકી બોલતા ચાર ઝડપાયા હતા. ભણગોર તથા જામજોધપુરના કારેણા ગામમાંથી બે વર્લીબાજ પોલીસની ગિરફતમાં આવ્યા હતા.
જામનગર-રાજકોટ માર્ગ પર દેવકૃપા હોટલ પાસે ગઈકાલે બપોરે તીનપત્તી રમતા અનવર મામદ ઘોઘા, શહેઝાદ હુસેન શેખ, વિજય નાનજીભાઈ અઘેરા, આબીદ અજીઝ સુરાણી, આરીફ ઉમર ધુધા નામના પાંચ શખ્સને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે લઈ રૂ.૧૨૭૩૦ રોકડા કબજે લીધા છે.
લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં શનિવારે બપોરે ગંજી પાના વડે જુગાર રમી રહેલા અરજણ નાથાભાઈ વસરા, મુકેશભાઈ ભીખાભાઈ ઇન્દરિયા, મેરામણભાઇ મૂળુભાઈ વસરા, મુકેશ દાનાભાઈ મહીડા, ભીખાભાઈ અરશીભાઈ વસરા નામના પાંચ શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ.૧૦,૧૫૦ રોકડા કબજે લેવાયા છે.
જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં શનિવારે સવારે જાહેરમાં ઊભા રહી વરલીના આંકડા લખી રહેલા ધર્મેશ જેસાભાઇ કારેણાને જામજોધપુર પોલીસે પકડી પાડી તેના કબજામાંથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રોકડ રકમ ઝબ્બે લીધા હતા.
લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા હિતેશ સુભાષભાઈ માણાવદરિયા શનિવારે સાંજે ભણગોર ગામના પાદરમાં જાહેરમાં ઊભો રહી આંકડા લખતો હતો. ત્યારે પોલીસે દરોડો પાડી તેને પકડી પાડ્યો હતો.
જામનગરના દરબારગઢ સર્કલ પાસે આવેલી હોટલ નજીક શનિવારે સાંજે જાહેરમાં ઊભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમી રહેલા બીરજુ રાજુભાઈ ડાભી, આસિફ ઈશાક દલને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે અંધાશ્રમ નજીક આવેલી બોમ્બે દવાબજાર કોલોનીમાં શનિવારે રાત્રે નોટના નંંબર પર જુગાર રમતા જીતુભા ઇન્દ્રજીતસિંહ ગોહિલ તથા અવિનાશ તુલારામ જમોરીયા નામના બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા. તેઓના કબજામાંથી રૂ.૨૨૬૦ રોકડા કબજે કરાયા હતા.
કાલાવડની ટોડા સોસાયટી પાછળ આવેલી બાવળની ઝાળીઓમાં શનિવારે સાંજે જુગાર રમી રહેલા મંગાભાઈ લાખાભાઈ ચંદ્રપાલ, સોમાભાઈ અમરાભાઇ ચંદ્રપાલ, વાલજીભાઈ મેઘાભાઈ કાકરીયા, રામજીભાઈ ચકુભાઈ ચંદ્રપાલ, અરજણભાઈ ભીખાભાઈ કાકરીયા નામના પાંચ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ.૧૨૩૦ કબજે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial