Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરના સ્વાંગમાં આવેલા ચાર સહિત પાંચ સામે ફરિયાદઃ
જામનગર તા. ૧ઃ જામનગરના એક રિક્ષાચાલકને લીમડા લેનથી દરેડ જીઆઈડીસીમાં મૂકી જવાનું કહી ચાર શખ્સ મુસાફરના સ્વાંગમાં બેસી ગયા પછી દરેડમાં રિક્ષાચાલકને પાંચ શખ્સે ધોકાવી હાડકા ભાંગી નાખ્યા હતા. રિક્ષાચાલકના પુત્રની એક યુવતી સાથેની મિત્રતા ખટકતા હુમલો કરાયાનું ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના નવાગામ ઘેડમાં આવેલી મિલન સોસાયટીમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા જયેન્દ્રસિંહ ફતેસિંહ મહિડા શુક્રવારે બપોરે બારેક વાગ્યે લીમડા લેનમાંથી રિક્ષા લઈને જતાં હતા. આ વેળાએ મોબાઈલની એક દુકાન પાસે ઉભેલા ચાર શખ્સે તેઓને હાથ બતાવી ઉભા રખાવ્યા હતા.
આ શખ્સોએ દરેડ જીઆઈડીસીમાં એપલ ગેઈટ નજીક ગુજરી બજારમાં જવું છે તેમ કહેતા રૂ.૨૦૦ ભાડા પેટે ઠરાવવામાં આવ્યા હતા. તે પછી આ મુસાફરોને મુકવા માટે જયેન્દ્રસિંહ નીકળ્યા હતા. તેઓ જ્યારે ગુજરી બજાર મેદાનમાં પહોંચ્યા ત્યારે ત્યાં ઉતરીને મુસાફર તરીકે આવેલા ચારેય શખ્સ અને મુન્ના ઢીંગી નામના પાંચમા શખ્સે ધોકા, પાઈપથી હુમલો કરી જયેન્દ્રસિંહને આડેધડ માર માર્યાે હતો. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા રિક્ષાચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તેઓએ ગઈકાલે રાત્રે આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેમના પુત્ર ગિરીરાજ અને હુમલાખોર પૈકીના એકની પુત્રી વચ્ચે મિત્રતા છે. તે બાબત નહીં ગમતા ખાર રાખી જયેન્દ્રસિંહને રીક્ષામાં દરેડ જીઆઈડીસી મૂકી જવાનું કહી આ શખ્સોએ કાવતરૂ રચ્યા પછી મુસાફરના સ્વાંગમાં બેસેલા શખ્સો અને મુન્ના ઢીંગીએ માર મારી એક હાથમાં તથા પગમાં ફ્રેક્ચર કર્યા છે. પોલીસે આઈપીસી ૧૨૦ (બી), ૧૪૩, ૧૪૪, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૩૨૫, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial