Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામસાહેબની આ ધરતી પરથી અનેક યુદ્ધ લડાયા છે, હવે આ અસ્મિતાની લડાઈ છેઃ અગ્રણીઓ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિય વિરોના વાણી વિલાસથી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યા છે. શનિવારે જામનગરમાં રાજપૂત સમાજમાં એક બેઠક યોજાઈ હતી જેમાં આગામી કાર્યક્રમની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રાજપૂત સમાજના ભાઈ-બહેનોને સંબોધતા પી.ટી. જાડેજાએ કહ્યું હતું કે જામનગર એ જામ સાહેબની ધરતી પર અનેક યુદ્ધ અહિથી લડાયા છે. ત્યારે વધુ એક વખત જબરી લડતના મંડાણ જામનગરની ધરતીથી શરૂ થશે. આ લડાઈએ અસ્મિતાની લડાઈ છે. લોકસભાના ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરૂસોત્તમ રૂપાલાએ રાજપૂત વિશે કરેલ બફાટ અસહ્ય છે આથી તેની ટિકિટ રદ કરવામાં આવે તેવી એક માત્ર માંગ રાજપૂત સમાજની છેે. બાકી કોઈ રીતે સમાધાન મંજુર નથી ગોંડલમાં જયરાજસિંહ જાડેજાએ બોલાવેલી મિટિંગમાં થયેલ સમાધાન મંજુર નથી કારણ કે રાજકીય સમાધાન છે. તે બેઠકમાં ૩૩ જિલ્લામાંથી સમાજના કોઈ પ્રમુખ આગેવાન હાજર ન હતાં. તો મહિલા અગ્રણી નયનાબા જાડેજાએ કહ્યું હતું કે પ૬ર રજવાડાના બલિદાન આ સમાજે આપ્યા છે. ગોંડલની સભાનો જવાબ એ આજની સભા છે. હવે આ સમાજ એક જ માંગ કરે છે અને તે છે રૂપાલાને ઘરે બેસાડો. બીજી કોઈ વાત નહીં બાકી રાજપૂત ક્ષત્રિય સમાજને આવડે છે કે કઈ ભાષામાં જવાબ આપવો. આગામી દિવસોમાં વધુ આક્રમક કાર્યક્રમો આયોજીત થશે અને રૂપાલાને ઉચકીને ઘરે બેસાડી દેતા પણ આવડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial