Advertisement
Author: નોબત સમાચાર

એલપીજી કોમર્શિયલ ગેસનું સિલિન્ડર ત્રીસ રૂપિયા સસ્તુઃ ફાસ્ટેગ કેવાયસી ફરજિયાત

નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થતા ઈપીએફઓ, એનપીએસ, વીમો ક્રેડિટ કાર્ડ સહિત ૬ બદલાવઃ

નવી દિલ્હી તા. ૧ઃ આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થતા ૬ પ્રકારના મહત્ત્વપૂર્ણ ફેરફારો થયા છે, જે સામાન્ય જનતાને સીધી અસર કરી શકે છે.

આજે ૧લી એપ્રિલ ર૦ર૪ થી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે અને તેની સાથે દેશમાં ઘણાં મોટા ફેરફારો પણ લાગુ કરવામાં આવ્યા છે, જેનો સીધો સંબંધ સામાન્ય જનતાના નાણાકીય બાબતો સાથે છે. એલપીજી સિલિન્ડરની કિંમત, ક્રેડિટ કાર્ડ અને એનપીએસ અને ફાસ્ટેગ સહિત ઘણાં નિયમો બદલાયા છે.

દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટીંગ કંપનીઓ એલપીજીના ભાવમાં સુધારો કરે છે. આ મહિનાના પહેલા દિવસે પણ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે, જો કે આ ફેરફાર ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં નહીં, પરંતુ ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. ૧ એપ્રિલ, ર૦ર૪ થી દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૩૦.પ૦ રૂપિયા ઘટીને ૧૭૬૪.પ૦ રૂપિયા થઈ ગઈ છે.

કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમા ૩ર રૂપિયાનો ઘટાડો થયો છે અને અહીં તે હવે ૧૮૭૯ રૂપિયામાં મળશે. મુંબઈની વાત કરીએ તો અહીં સિલિન્ડરની કિંમત ૩૧.પ૦ રૂપિયા ઘટીને ૧૭૧૭.પ૦ રૂપિયા અને તેન્નાઈમાં ૩૦.પ૦ રૂપિયા ઘટીને ૧૯૩૦ રૂપિયા થઈ ગઈ છે.

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એ ૧ એપ્રિલથી નવા નિયમના અમલ વિશે માહિતી આપી હતી, જે આજથી લાગુ થઈ ગયો છે. આ નવા નિયમ હેઠળ ઈપીએફ ખાતાધારક નોકરી બદલતાની સાથે જ તેનું જુનું પીએફ બેલેન્સ નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. આનો ફાયદો એ થશે કે નોકરી બદલ્યા પછી તમારે તમારા જુના પીએફ બેલેન્સને નવા ખાતામાં ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે, બલ્કે તે આપમેળે ટ્રાન્સફર થઈ જશે.

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ નેશનલ પેન્શન સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવા માટે આધાર આધારિત દ્વિ-પગલાંની પ્રમાણિકરણ સિસ્ટમ રજૂ કરી છે. આ સિસ્ટમ તમામ પાસવર્ડ બેઝ એનપીએસ યુઝર્સ માટે હશે, જે ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવી છે. ૧પ માર્ચે પીએફઆરડીએ એ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

જેનું ૩૧ માર્ચ ર૦ર૪ સુધીમાં ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં થાય તેમને ૧ એપ્રિલથી ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે એનએચએઆઈ એ ફાસ્ટેગ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વીમા પોલિસીઓ માટે ડિજિટલાઈઝેશન ફરજિયાત બનાવ્યું છે, જે ૧ એપ્રિલ ર૦ર૪ થી લાગુ થશે. આ સૂચના હેઠળ જીવન, આરોગ્ય અને સામાન્ય વીમા સહિત વિવિધ શ્રેણીઓની તમામ વીમા પોલિસીઓ ઈલેક્ટ્રોનિક રીતે જારી કરવામાં આવશે. ઈ-વીમામાં, વીમા યોજનાઓનું સંચાલન સુરક્ષિત ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે, જેને ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે.

એસબીઆઈ કાર્ડસે પહેલાથી જ જાહેરાત કરી હતી કે કેટલાક ક્રેડિટ કાર્ડસ માટે ભાડાની ચૂકવણીના વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટનું કલેક્શન એપ્રિલ ર૦ર૪ થી બંધ કરી દેવામાં આવ્યું છે. આમાં એયુઆરયુએમ, એસબીઆઈ કાર્ડ એલિટ, એસબીઆઈ કાર્ડ એલિટ એડવાન્ટેજ, એસબીઆઈ કાર્ડ પલ્સ અને સિમ્પલી ક્લિક એસબીઆઈ કાર્ડનો સમાવેશ થાય છે.

સરકારે દેશના ૧૦ કરોડથી વધુ ગરીબ પરિવારોને સબસિડીવાળા એલપીજી સિલિન્ડર આપવા માટે પીએમ ઉજ્જવલા યોજનાનો સમયગાળો એક વર્ષ સુધી લંબાવ્યો છે. આ યોજના વર્ષ ર૦૧૬ માં લાગુ કરવામાં આવી હતી અને તેની અવધિ માર્ચ ર૦ર૪ માં સમાપ્ત થઈ રહી હતી, પરંતુ કેન્દ્રિય કેબિનેટે ગયા મહિને તેને ૩૧ માર્ચ ર૦રપ સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો. આ યોનાના લાભાર્થીઓને વાર્ષિક ૧ર એલપીજી સિલિન્ડર સુધીની સબસિડી મળશે. પીએમ ઉજ્જવલા યોજના હેઠળ લગભગ ૧૦.ર૭ કરોડ લાભાર્થીઓ છે. આ તમામને હવે ૧૪.ર કિલોનું સિલિન્ડર ૬૦૩ રૂપિયામાં મળી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh