Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૈસા પરત આપવાની બદલે ધંધો, ગામ છોડી દીધાઃ
જામનગર તા. ૧ઃ જામનગરના એક આસામી પાસેથી પોતાના ધંધા માટે સવા વર્ષ પહેલાં પ્લાસ્ટિકના એક વેપારીએ રૂ.૧૫ લાખ હાથ ઉછીના મેળવ્યા પછી વાડો બંધ કરી ગામ છોડી દેતાં પૈસા ધીરનાર આસામીએ પોતાની સાથે છેતરપિંડી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર નજીક આવેલા રાજનગરની શેરી નં.૪માં શિવ લહેરી નામના મકાનમાં રહેતા રવિ જયેશભાઈ ફલીયા નામના આસામી પાસે મોદીવાડમાં રહેતા અબ્બાસ શબ્બીરભાઈ ચીકાણી નામના વ્હોરા આસામીએ એક્રેલીકના વ્યવસાય માટે હાથઉછીની રકમ માગતા રવિભાઈએ ચેકથી રૂ.૧૫ લાખ નવેમ્બર ૨૦૨૨માં આપ્યા હતા.
ત્યારપછી આ રકમ પરત આપવાની બદલે અબ્બાસભાઈ પોતાનો વાડો બંધ કરી ઘરબાર છોડી નાસી ગયા હતા. તેઓનો પોતાના મોબાઈલ પણ બંધ કરી દીધો હતો. આથી રવિભાઈએ તેઓની સાથે રૂ.૧૫ લાખની છેતરપિંડી કરવા અંગે અબ્બાસ શબ્બીરભાઈ ચીકાણી સામે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial