Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિદ્રાધીન માતા, પતિ, પત્ની તેમજ પુત્રી ભુંજાઈ ગયાઃ શોર્ટ સર્કીટના કારણે આગ લાગ્યાનું તારણઃ
દ્વારકા તા. ૭ઃ દ્વારકામાં આવેલા ગુગ્ગુળી બ્રાહ્મણ પરિવારના મકાનમાં શનિવારે મોડીરાત્રે શોર્ટ સર્કીટ કે અન્ય કારણથી આગ ભભૂક્યા પછી ભરઉંઘમાં સૂતેલા માતા તેમના પુત્ર, પુત્રવધૂ તથા પૌત્રીના ભુંજાઈ જવાથી મૃત્યુ નિપજ્યા છે. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ તથા પોલીસની ટીમ દોડ્યા હતા. શરૂ કરાયેલી બચાવ કામગીરી વચ્ચે ચારેય વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવે ભારે શોક પ્રસરાવ્યો છે.આ કરૂણ બનાવની વધુ વિગત મુજબ દ્વારકાની મધ્યમાં આદિલ માર્ગ પર સ્વ. કમલેશભાઈ ઉપાધ્યાયનો પરિવાર ડેલીબંધ મકાનમાં વસવાટ કરે છે. ગુગ્ગુળી બ્રાહ્મણ પરિવારના ગં.સ્વ. ભામીનીબેન કમલેશભાઈ તથા તેમના પુત્ર પાવનભાઈ (ઉ.વ.૩૦), પુત્રવધૂ તિથિબેન (ઉ.વ.૨૮) તેમજ સાત વર્ષની પુત્રી દયાના પોતાના મકાનમાં શનિવારે રાત્રે નિદ્રાધીન થયા હતા.
તે પછી સવારે સાડા ચારેક વાગ્યે તે મકાનમાં ધડાકો થયો હતો. તેને સાંભળી આડોશ પાડોશમાં રહેતા અન્ય વ્યક્તિઓ પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. તેઓએ ભામીનીબેનના મકાનમાંથી ધૂમાડા તેમજ આગની લપેટો જોયા હતા. કોઈએ તરત જ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનો તથા પોલીસ સ્ટાફ ધસી ગયા હતા. મકાનમાંથી નીકળી રહેલી આગની લપેટો વચ્ચે ફાયરના જવાનો મકાનમાં ઘૂસી ગયા હતા અને બીજા જવાનોએ પાણીનો મારો શરૂ કરી દીધો હતો.
ત્યારપછી મકાનમાંથી વારાફરતી ભામીનીબેન, પાવનભાઈ, તિથિબેન તેમજ તેમની પુત્રીને બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા આ વ્યક્તિઓને દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામને મૃત્યુ પામેલા જાહેર કરાયા હતા.
દ્વારકામાં છેલ્લા બે વર્ષથી ફાસ્ટફૂડ અને જ્યુસ સેન્ટર ચલાવતા પાવનભાઈ અને તેમનો પરિવાર આવા બનાવમાં મોતને શરણ થતાં ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
બનાવની રાત્રે એકાદ વાગ્યે તો પાવનભાઈ પોતાની દુકાનેથી પરત આવ્યા હતા. તે પછી આ પરિવાર નિદ્રાધીન થયો હતો અને વહેલી સવારે સંભવિતઃ રીતે શોર્ટ સર્કીટના કારણે તેમના મકાનમાં ભયાનક આગ ભભુકતા આખો પરિવાર ભુંજાઈ ગયો છે. સદગત પાવનભાઈ જ્ઞાતિની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તેઓના સગા સંબંધીઓ દ્વારકાધીશ મંદિરમાં સેવાકીય વ્યવસ્થા સાથે જોડાયેલા છે. પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial