Advertisement
Author: નોબત સમાચાર

પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચાય તો ભાજપના બહિષ્કારની ચિમકીઃ તંત્રને આવેદન

ખંભાળીયામાં યોજાયેલી રાજપૂત સમાજની બેઠકમાં નિર્ણય

ખંભાળીયા તા. ૧ઃ તાજેતરમાં રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ વિરૂદ્ધના કહેવાતા નિવેદન અંગે સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધનો વંટોળ છવાયો છે તેમાં હવે ખંભાળીયા પણ જોડાયું છે.

ખંભાળીયા રાજપૂત સમાજની વાડીએ ખંભાળીયા રાજપૂત સમાજ શહેર તથા ગ્રામ્યના રાજપૂત સમાજ દ્વારા બેઠક યોજીને રાજપૂત સમાજ દ્વારા પુરૂષોત્તમ રૂપાલાને ટિકિટ પરત ખેંચવાની માંગ સાથે ઉગ્ર રોષ વ્યકત કરીને રાજપૂત સમાજના પ્રમુખ ચંદ્રસિંહજી જાડેજા, અગ્રણી નાથુભા જાડેજા વિગેરેની ઉપસ્થિતિમાં ભાજપ રાજપૂત સમાજ ભાજપને મત નહીં આપીને બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી તથા જિલ્લા તાલુકા તંત્રને આવેદનપત્ર પણ રાજપૂત સમાજ દ્વારા અપાયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh