Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માત સર્જનાર વાહનચાલક સામે કાર્યવાહીઃ
જામનગર તા. ૧ઃ જામનગર નજીકના બેડ ગામ પાસે શુક્રવારે સાંજે અજાણ્યા વૃદ્ધાને પાછળથી એક વાહને ઠોકર મારતા માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે વાહન ચાલક સામે ગુન્હો નોંધ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ગામ નજીક એસ મરીન ટેન્કના ગેઈટ પાસે નયારા કંપનીની ટાઉનશીપ પાસેથી શુક્રવારે સાંજે સાડા સાતેક વાગ્યે એક અજાણ્યા વૃદ્ધા રોડ ડીવાઇડર પર ચાલીને જતા હતા. ત્યારે જીજે-૧૬-ઝેડ ૩૨૪૦ નંબરનો ટેમ્પો ટ્રાવેલર પૂરપાટ ઝડપે ધસી આવ્યો હતો. તેના ચાલકે આ વૃદ્ધાને પાછળથી હડફેટે લેતા તેઓ રોડ પર પછડાયા હતા.
આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થવાથી અને ડાબો પગ કપાઈ જવાથી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. બેડ ગામના અનિરુદ્ધપૂરી મયાપુરી ગોસ્વામીએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી ટેમ્પો ટ્રાવેલરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
મૃતક વૃદ્ધા માનસિક અસ્વસ્થ હોવાનું અને કચરા વીણતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓના શરીર પર સફેદ સાડી અને બ્લુ રંગનું સ્વેટર ધારણ કરેલું હતું. આ મહિલા અંગે કોઈને જાણ હોય તો તેઓએ સિક્કા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial