Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. ૧ઃ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ (ખેતી બેંક) એ વર્ષના પ્રથમ દિવસે જ વર્ષ ર૦ર૩-ર૪ ના નાણાકીય હિસાબો રજૂ કર્યા છે.
૭૩ વર્ષિય ખેડૂતોની સાથે આ ખેતી બેંક કાર્યરત છે. આ વર્ષે બેંકનો નફો ૯૧ કરોડ નોંધાયો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે શૂન્ય ટકા એનપીએ ધરાવતી દેશની સૌપ્રથમ ખેતી બેંક છે.
૩૧ માર્ચે પૂર્ણ થતાં વર્ષ માટે ખેતી બેંકે જાહેર કરેલા નાણાકીય પરિણામોમાં ર૦ર૩-ર૪ ની પ્રોવિઝનલ અનઓડીટેડ વિગતોમાં શેર મૂડી રૂ. પર.૯૮ કરોડ, સ્વભડોળ રૂ. ૬૪૯.પ૭ કરોડ, ધિરાણ રૂ. ૮૩૭.૮૯ કરોડ, કુલ આવક રૂ. ૧૭૯.૩૧ કરોડ, ગ્રોસ નફો રૂ. ૯૧ કરોડ, નેટ નફો રૂ. ૬પ કરોડ, નેટ એનીપીએ શૂન્ય ટકા છે. વર્ષ ર૦રર-ર૩ માં તે અનુક્રમે રૂ. ૪૭.૪ર કરોડ, રૂ. ૬૧૮.૬૦ કરોડ, રૂ. ૬૪૪ કરોડ, રૂ. ૧૭૮.૬પ કરોડ, રૂ. ૧૦૬ કરોડ, રૂ. પ૧.પપ કરોડ તથા નેટ એનપીએ શૂન્ય ટકા હતાં.
ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, વાઈસ ચેરમેન જીવણભાઈ આહિર તથા મેનેજીંગ ડાયરેક્ટર કે.બી. ઉપાધ્યાય તથા બોર્ડ ઓફ ડીરેક્ટરોએ આ નાણાકીય હિસાબો રજૂ કર્યા હતાં અને જણાવ્યું હતું કે રાજ્યની સૌથી વધુ ખેડૂત સભાસદ ધરાવતી ખેતી બેંક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial