Advertisement
Author: નોબત સમાચાર

હાલારની રાજનીતિમાં હલચલઃ લોકસભાની ચૂંટણી પછી ઉથલપાથલના એંધાણઃ ભારેલો અગ્નિ

પાલિકા-મહાપાલિકાઓની આંતરિક ખટપટ નિવારવા ધરમૂળથી પરિવર્તન કરાશે?

અમદાવાદ/જામનગર તા. ૧ઃ લોકસભાની ચૂંટણીના પ્રારંભે જ શાસક પક્ષ તથા વિપક્ષમાં ઠેર-ઠેર છૂપો અસંતોષ જોવા મળી રહ્યો છે, અને કેટલાક સ્થળે પ્રગટ પણ થઈ રહ્યો છે, ત્યારે લોકસભાની ચૂંટણી પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ સખળ-ડખળના એંધાણ વર્તાઈ રહ્યા છે.

એપીએફ ન્યૂઝ એજન્સીના સૂત્રો જણાવે છે કે જામનગર મહાનગર પાલિકા ઉપરાંત હાલારની કેટલીક નગરપાલિકાઓમાં પણ આંતરિક ખેંચતાણ વધી જતા આ અહેવાલને પ્રદેશ ભાજપ પ્રમુખ અને મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે, અને સૂત્રોનું માનીએ તો ત્યાંથી સ્થાનિક નેતાઓ તથા કાર્યકર્તાઓ એવી હૈયાધારણા અપાઈ છે કે લોકસભાની ચૂંટણીમાં એકજુથ થઈને કામ કરતો, અને ચૂંટણી પૂરી થયા પછી તમામ અસંતુષ્ટોને સાંભળીને યોગ્ય ફેરફાર કરાશે. એટલું જ નહીં, જરૂર પડ્યે આ મુદ્દે રાજકીય કક્ષાએથી પણ માર્ગદર્શન માંગવામાં આવશે.

એવું કહેવાય છે કે જામનગર સહિતની એકાદ-બે મહાનગર પાલિકાઓ તથા કેટલીક નગર પાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોમાં પણ લોકસભાની ચૂંટણી પછી ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ અને જરૂર પડ્યે રાષ્ટ્રીય કક્ષાનું માર્ગદર્શન મેળવીને જરૂરી ફેરફાર થઈ શકે છે.

છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા પક્ષાંતરો પછી વિપક્ષમાં પણ નવાજુનીના સંકેતો મળી રહ્યા છે અને ત્યાં પણ લોકસભાની ચૂંટણીમાં એકજુથ થઈને કામ કરવા અને ચૂંટણી પછી આંતરિક અસંતોષ અને ફરિયાદો નિવારવા પગલાં લેવાશે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.

એપીએફનો અહેવાલ વધુ જણાવે છે કે હાલારની રાજનીતિમાં થઈ રહેલી આ હલચલની અત્યારે તો કોઈ અસર નહીં થાય, પરંતુ લોકસભાની ચૂંટણી પત્યા પછી જબરી ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh