Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીકર કૌભાંડ-મની લોન્ડરીંગ કેસમાં
નવી દિલ્હી તા. ૧ઃ રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને ૧પ એપ્રિલ સુધી જેલમાં મોકલવામાં આવ્યા છે તેઓ ૧પ એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે તેઓ લીકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં આરોપી છે.
અરવિંદ કેજરીવાલને ૧પ એપ્રિલ સુધી જેલમાં મોકલવામાં આવ્યા, ઈડીએ કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરી નહીં અરવિંદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. ૧પ એપ્રિલ સુધી કેજરીવાલને મોકલાયા જ્યુડિશિયલ કસ્ટડીમાં. લીકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં કેજરીવાલ આરોપી, રર માર્ચથી ઈડીના રિમાન્ડ પર હતા અરવિંદ કેજરીવાલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧પ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમને તિહાર જેલમાં રાખવામાં આવશે. કેન્દ્રીય એજન્સીએ મુખ્યમંત્રીની ૧પ દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી, જેને રાઉઝ એવન્યુ કોર્ટે મંજુર કરી હતી.
કેજરીવાલની કોર્ટમાં હાજરી પહેલા તિહાર જેલમાં એક મિટિંગ ચાલી રહી હતી અને કથિત રીતે પણ નક્કી કરવામાં આવી રહ્યું હતું કે તેમને તિહારની કઈ જેલમાં રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસમાં તિહાર જેલમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.
આજે પણ ૧૧ વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક નક્કી કરવામાં આવી હતી. છેલ્લી મિટિંગમાં ચર્ચા થઈ હતી કે જો કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવે છે.તો તેમને કયા જેલ નંબરમાં રાખી શકાય છે. તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચા થઈ છે.
અરવિંદ કેજરીવાલની ર૧ માર્ચે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ર૮ માર્ચ સુધી તેમને પ્રથમ વખત ઈડી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતાં. બાદમાં જ્યારે કેન્દ્રીય એજન્સીએ ફરીથી કસ્ટડીની માંગ કરી, ત્યારે કોર્ટે તેની ઈડી કસ્ટડી ૧ એપ્રિલ સુધી લંબાવી. આજે હવે કોર્ટનો નિર્ણય આવ્યો છે કે અરવિંદ કેજરીવાલને ૧પ એપ્રિલ સુધી તિહાર જેલમાં રખાશે.
અરવિંદ કેજરીવાલના રિમાન્ડ સોમવારે પૂરા થઈ રહ્યા હતાં. ઈડીએ તેને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજુ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial