Advertisement
Author: નોબત સમાચાર

એજ્યુ. ઈન્સ્પેકટર વિમલ કિરતસાતાનું હૃદયરોગના હૂમલાથી રાજકોટમાં નિધન

દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીના વર્ગ-ર ના અધિકારી

ખંભાળીયા તા. ૧ઃ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં એજ્યુકેશન ઈન્સ્પેકટર વિમલ કિરત સાતાનું હૃદયરોગના હુમલાથી રજકોટની ખાનગી હોસ્પિટલમાં નિધન થતા શિક્ષણ જગત સહિત કર્મચારી વર્ગમાં શોક છવાયો છે.

એમ કહેવાય છે કે ફરજનિષ્ઠ કર્મચારી અધિકારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ફરજ બજાવતા હોય છે. કંઈક આવી જ ઘટના ખંભાળીયામાં બની.

દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં વર્ગ-ર એજ્યુકેશનલ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા વિમલભાઈ જયશંકર કિરતસાતાનું શનિવારના રાત્રે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં હૃદયરોગની સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.

બાવન વર્ષની ઉંમરના તથા જીવીજે હાઈસ્કૂલના પૂર્વ હેડ કલાર્ક જે.એચ. કિરતસાતાના પુત્ર વિમલભાઈએ વિજ્ઞાન સ્નાતક થઈ શિક્ષણ તરીકે કોઠા વિસોત્રી ગામેથી કારકિર્દી શરૂ કરી હતી પછી વિવિધ શાળાઓમાં બદલી મ.શિ.નિ. ની નોકરી ઈન્ચાર્જ આચાર્યની નોકરી, આચાર્યની નોકરી, વર્ગ-ર ની પરીક્ષા પછી ઈજ્યુકેશનલ ઈન્સ્પેકટર તરીકે ઘણાં સમયથી દ્વારકા જિ.શિ. માં ફરજ બજાવતા હતા અને આગામી દિવસોમાં જિ.શિ.નું પ્રમોશન મેળવનાર ગણાતા હતા તેમનું નિધન થયું છે.

બે દિવસ પહેલા હૃદયરોગનો હુમલો તેમને આવેલો ત્યારે પણ હુમલાના વિશિષ્ટ લક્ષણો ના હોય ગાંધીનગર ધો. ૧રના ઝોનલ તરીકે સાહિત્ય આપવા, મિટિંગમાં ગયેલા જ્યાંથી પરત આવ્યા પછી ઉભા થવા ચાલવામાં તકલીફ થતાં ખંભાળીયાની ખાનગી હોસ્પિટલમાં પછી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં તેમના મિત્રો કે.ડી. ગોકાણી, જગમાલભાઈ ભેટારીયા, કનુભાઈ કણઝારીયા લઈ ગયા હતાં જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.

ગઈકાલે સદ્દગતની અંતિમયાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારી, વિવિધ સંઘોના હોદ્દેદારો, બ્રહ્મ સમાજ અગ્રણીઓ, વિવિધ સરકારી કચેરીના અધિકારી-કર્મચારીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા તથા એક કુશળ, કાબેલ અધિકારી ગુમાવ્યાનો તમામને અફસોસ હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh