Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાલાળાથી દસ મિત્ર ફરવા તથા દર્શન માટે આવ્યા હતાઃ
જામનગર તા. ૧ઃ દ્વારકામાં આજે સવારે તાલાળાથી દર્શન તથા ફરવા માટે આવેલા દસ યુવાનો ગોમતીઘાટ પર સ્નાન માટે ઉતર્યા પછી પંચકુઈ પાસેથી એક યુવાન દરિયામાં ગારદ થઈ ગયો છે. તેને શોધવા માટે સ્થાનિક તરવૈયા તથા ફાયર બ્રિગેડની ટીમ મહેનત કરી રહી છે, બાકીના યુવાનો કાંઠે આવી ગયા હતા. પોલીસ ટૂકડી પણ આવી પહોંચી છે. ગુમ થનાર યુવાન ધો.૧૨ના વિદ્યાર્થી છે.
દ્વારકામાં રવિવારે વહેલી સવારે એક મકાનમાં આગ લાગ્યા ૫છી એક પરિવાર ભુંજાઈ ગયાના અહેવાલ વચ્ચે જ દ્વારકામાં બીજી કરૂણાંતિકા સર્જાઈ ગઈ છે. ગિર સોમનાથ જિલ્લાના તાલાળાથી દર્શનાર્થે દ્વારકા આવેલા દસ યુવાનોમાંથી અઢારેક વર્ષનો એક યુવાન પંચકુઈ પાસે દરિયામાં ડૂબી ગયો છે.
તાલાળાથી જય પરમાર નામના ધો.૧૨ના વિદ્યાર્થી અને તેમના નવ મિત્ર તાજેતરમાં જ પરીક્ષા પૂર્ણ થઈ હોવાના કારણે દર્શન તથા ફરવા માટે દ્વારકા આવ્યા હતા. આ યુવાનો આજે સવારે ગોમતીઘાટ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્નાન માટે દરિયામાં ઝંપલાવ્યું હતું.
આ યુવાનો પાણીમાં મસ્તી કરતા કરતા સામાકાંઠે પંચકુઈ પાસે પહોંચી ગયા પછી જય પરમાર અચાનક જ દરિયામાં અફાટ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સાથે રહેલા તેના મિત્રોએ ચીચીયારીઓ પાડી હતી જેના પગલે ગોમતીઘાટ પર હાજર તરવૈયાઓ જય પરમારને શોધવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા.
આ યુવાનોની સાથે જ ફાયરબ્રિગેડની ટૂકડી પણ દરિયામાં ઉતરી હતી. બનાવની જાણ થતાં દ્વારકાના પીઆઈ પટેલ અને પોલીસ ટીમ પણ આવી પહોંચ્યા હતા. તરવૈયાઓએ આજે બપોર સુધી આ યુવાનને દરિયામાં શોધખોળ યથાવત રાખી છે. તેમ છતાં તેનો પત્તો લાગ્યો નથી. તેની સાથે રહેલા યુવાનો કાંઠે આવી ગયા હતા. તેઓના ચિંતાતૂર ચહેરાઓ પર પોતાનો મિત્ર દરિયામાં ગુમ થયો હોવાની વ્યથા દેખાઈ આવતી હતી. આ યુવાનના પિતા ખેતી કામ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓને પણ જાણ કરાતા તાલાળાથી પરિવારજનો દ્વારકા આવવા રવાના થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial