Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનસિક બીમારીથી કંટાળી યુવકની આત્મહત્યાઃ
જામનગર તા. ૧ઃ કાલાવડના ભગત ખીજડિયા ગામમાં એક ખેતરમાં રહેતી માનસિક અસ્થિર યુવતીએ સપ્તાહ પહેલાં પોતાના ઘરમાં તોફાન, કજિયો કરતા તે યુવતીની નાની બહેને ઝેરી દવા પી લીધી હતી. તેણીનું સારવારમાં મૃત્યુ થયું છે. જ્યારે જામજોધપુરના સતાપરમાં માનસિક બીમારીથી કંટાળી એક યુવાને વખ ઘોળી લીધા પછી તેમના પર કાળનો પંજો પડ્યો છે.
કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામમાં આવેલા અશોકભાઈ ગિરધરભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉબેર ગામના વતની ચનાભાઈ રત્નાભાઇ બારીયા નામના પ્રૌઢની ઓગણીસ વર્ષની પુત્રી મમતાએ પોતાના ઘરમાં પડેલી કોઈ ઝેરી દવા પી લેતા આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે.
પોલીસને ચનાભાઈ બારીયાએ જાણ કરી છે. પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમની મોટી દીકરી માનસિક અસ્થિરતાનો ભોગ બનેલી છે. આ યુવતી ઘરમાં અવારનવાર તોફાન તથા કજિયા કરતી હતી. તે દરમિયાન ગઈ તા.૨૪ની રાત્રે મોટી પુત્રીએ ઘરમાં ફરીથી તોફાન કરીને કજિયો કરતા એ બાબતનું માઠું લાગી આવતા મમતાબેને ઝેરી દવા પી લીધી હતી. તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેણીનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે નિવેદનની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા મનોજભાઈ હીરાભાઈ રાઠોડ (ઉ.વ.૪૦) નામના યુવાન છેલ્લા અઢારેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. તેની સારવાર ચાલુ હતી. તે દરમિયાન કંટાળી ગયેલા મનોજભાઈએ ગઈ તા.૭ના દિને પોતાના ઘરે કોઈ જલદ પ્રવાહી પી લીધુ હતું. સારવાર માટે ખસેડાયેલા મનોજભાઈનંુ હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની હંસાબેન રાઠોડે પોલીસને જાણ કરી છે. જામજોધપુર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial