Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જે નદીમાં એક સમયે તરણ સ્પર્ધાઓ યોજાતી, તેમાં સર્જાયુ મચ્છર ઉત્પાદન કેન્દ્ર !
ખંભાળીયા તા. ૧ઃ ખંભાળીયાની ઘી નદી કુદરત ગાંડી વેલથી બગાડે છે તો લોકો ગંદકી ઠાલવી ઉમેરો કરે છે જેથી પર્યાવરણપ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
ખંભાળીયા શહેરમાં તેની બે વિશિષ્ટ નદીઓ ઘી તથા તેલી માટે જાણીતું છે તથા આ નદીના ઉદગમ પણ ઐતિહાસિક રૂડી લાખી માતાજીની કથા સાથે જોડાયેલું છે.
ખંભાળીયા શહેરની શાન તથા જયાં રોજ સવારે વિશાળ સંખ્યામાં લોકો નાહવા તથા ગરીબવર્ગ કપડા ધોવા જતાં તથા હાલના પ૦/૬૦ વર્ષના પ્રૌઢો પૈકી મોટાભાગના આ નદીમાં તરતા શીખ્યા છે તે ઘી નદીમાં કેટલાક સમય થયા ગાંડી વેલનું સામ્રાજ્ય છવાઈ જતાં તથા આખી નદી વેલથી ભરાઈ જતાં પાણી જ ન દેખાય તેવી સ્થિતિમાં લોકો પોતાનો કચરો, ડુચો, પ્લાસ્ટિક, ગંદકી નકામી ચીજો પણ નદીમાં નાખતા નદી કુદરતી સંપત્તિનું સુંદર પ્રાકૃતિક સ્થળ હોવાના બદલે ઉકરડા અને ગંદકીના ઢગલાની સ્થિતિમાં ફેરવાઈ જતાં પર્યાવરણપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.
અગાઉ નવયુગ સેવા સમિતિના ભરતભાઈ ચાવડા દ્વારા અહીં પારદર્શક પાણીમાં તરણ સ્પર્ધા ખામનાથથી રામ નાથ થતી આ પ્રૌઢો તેમના પૌત્રોને અહીં તરતા શીખાડવા લાવતા તેવી ઘી નદીમાં ગાંડીવેલ સાથે હવે ગંદકીનું પણ સામ્રાજ્ય વધવા લાગ્યું છે.
અગાઉ ત્રણેક લાખના ખર્ચે પાલિકાએ ગાંડીવેલ નાબૂદ કરી હતી પણ છ માસમાં ફરી ઉગી નીકળી છે તો લોકો હવે કચરો પણ નાખતા હોય નદી ફરવાના સ્થળને બદલે મચ્છરો તથા જીવાત ગંદકી ઉત્પન્ન કરતા કારખાનાની સ્થિતિમાં ફેરવાઈ જતાં લોકોમાં ભારે કચવાટની લાગણી ફેલાઈ છે!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial