Advertisement
Author: નોબત સમાચાર

ઈન્કમટેક્સના નિયમોમાં કોઈ બદલાવ થયા નથીઃ નાણામંત્રાલયની સ્પષ્ટતા

અફવાથી સચેત રહેવા કેન્દ્ર સરકારની અપીલઃ

નવી દિલ્હી તા. ૧ઃ ઈન્કમ ટેક્સના નિયમોમાં કોઈ બદલાવ થયો નહીં હોવાની સ્પષ્ટતા કેન્દ્રના નાણામંત્રાલયે સોશ્યલ મીડિયામાં કરી છે.

કેન્દ્ર સરકારે આજે સોમવારે સ્પષ્ટ કર્યું છે કે, પહેલી એપ્રિલથી ઈન્કમ ટેક્સના નિયમોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. સોશિયલમીડિયા એવી પોસ્ટ કરવામાં આવી રહી હતી કે ઈન્કમ ટેક્સના સ્લેબમાં પહેલી એપ્રિલથી કેટલાક બદલાવ કરવામાં આવશે, પરંતુ હવે નાણા મંત્રાલયે આ દાવાઓને ફગાવી દીધા છે. નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'એવું જોવા મળ્યું છે કે, નવા ટેક્સ સ્લેબને લગતી ભ્રામક માહિતી કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવી રહી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે પહેલી એપ્રિલથી ઈન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ નવા બદલવા કરવામાં આવ્યા નથી.'

નાણા મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સ્પષ્ટતા કરતા લખ્યું કે, 'ઈન્કમટેક્સ અધિનિયમની કલમ ૧૧પબીએસી(૧એ) હેઠળ ફાયનાન્સ બિલ ર૦ર૩ માં નવી ટેક્સ વ્યવસ્થા રજૂ કરવામાં આવી હતી. જુની ટેક્સ વ્યવસ્થા પહેલાથી જ અસ્તિત્વમાં છે. નવી ટેક્સ વ્યવસ્થા નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ અને આકારણી વર્ષ ર૦ર૪-રપ થી કંપનીઓ અને પેઢીઓ સિવાયના સામાન્ય કરદાતાઓ માટે ડિફોલ્ટ ટેક્સ રિજીમ તરીકે લાગુ છે. નવા ટેક્સ રિજીમમાં ટેક્સનો રેટ ઓછો છે, જો કે ઘણી પ્રકારની છૂટ અને કપાત (પગારમાંથી રૂ. પ૦,૦૦૦ ની પ્રમાણભૂત કપાત અનેરૂ. ૧પ,૦૦૦ ના કુટુંબ પેન્શન સિવાય) લાગુ પડતી નથી, જ્યારે જુની ટેક્સ વ્યવસ્થામાં છૂટ અને કપાતનો દાવો કરી શકાય છે.' નવી ટેક્સ વ્યવસ્થા એ ડિફોલ્ટ ટેક્સ રિજીમ છે.

જો કે, ટેક્સ પેયર્સ તેમના લાભોને ધ્યાનમાં રાખીને જુની કે નવી કોઈપણ ટેક્સ વ્યવસ્થા પસંદ કરી શકે છે. આકારણી વર્ષ ર૦ર૪-રપ માટે રિટર્ન ફાઈનલ ન થાય ત્યાં સુધી નવી ટેક્સ વ્યવસ્થામાંથી નાપસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. વ્યવસાય વિના યોગ્ય લોકો પાસે દરેક નાણાકીય વર્ષ માટે ટેક્સ શાસન પસંદ કરવાનો વિકલ્પ હશે. આનો અર્થ એ છે કે તેઓ એક નાણાકીય વર્ષમાં નવી ટેક્સ વ્યવસ્થા અને આગામી નાણાકીય વર્ષમાં જુની ટેક્સ વ્યવસ્થા પસંદ કરી શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh