Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા મહાપરિષદ દ્વારા
દ્વારકા/જામનગર તા. ૧ઃ આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ લોકસભા બેઠક પર રાજેશ ચુડાસમાને ઉમેદવાર જાહેર કર્યા છે. તેની સામે લોહાણા મહાપરિષદે વિરોધ દર્શાવી ઉમેદવાર બદલાવવા માંગણી કરી છે.
રઘુવંશી સમાજની વૈશ્વિક સંસ્થા લોહાણા મહા પરિષદના પ્રમુખ અને મેનેજીંગ ટ્રસ્ટી સતિષભાઈ વિઠ્ઠલાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિસ્તૃત પત્ર લખીને રઘુવંશી સમાજની લાગણી અને માંગણી રજૂ કરી છે.
લોહાણા મહાપરિષદના પ્રમુખના પત્રમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા દસ વર્ષમાં આપના માર્ગદર્શન અને પ્રોત્સાહન સાથે આપણા ભારત દેશનો વિશ્વમાં ડંકો વાગ્યો છે, અને ભારતની પ્રજાને પણ આપના નેતૃત્વ હેઠળની સરકારની કામગીરીથી ખૂબ જ સંતોષ થયો છે.
અમારો રઘુવંશી સમાજ હંમેશાં ભારતીય જનતા પાર્ટી અને આપની સાથે ખભેખભા મિલાવીને ઊભો રહ્યો છે. અત્યારના સમયમાં એક બાબત પ્રત્યે આપનું ધ્યાન દોરીને સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની દુભાયેલી લાગણી વ્યક્ત કરવાની મારી ફરજ સમજીને આપને આ લખી રહ્યો છું.
ફેબ્રુઆરી ર૦ર૩ માં રઘુવંશી લોહાણા સમાજના સેવાભાવી વેરાવળના ડો. અતુલભાઈ ચગનું અપમૃત્યુ થયું હતું. તેમની સુસાઈડ નોટમાં રાજેશ ચુડાસમા પર આરોપ લગાવવામાં આવ્યો છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તેમને જૂનાગઢ બેઠક પર લોકસભાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલી છે.
આ વ્યક્તિની ઉમેદવારીના કારણે બધા જ સમાજના અને ખાસ કરીને રઘુવંશી લોહાણા સમાજના લોકોને ખૂબ ઊંડો આઘાત લાગ્યો છે.
જૂનાગઢના આ ઉમેદવારની પસંદગી બાબતે પૂરતી તપાસ કરાવીને સંતોની ભૂમિ જૂનાગઢ બેઠક ઉપર અન્ય કોઈ લાયક અને સેવાભાવી ઉમેદવારને ટિકિટ આપશો તો સમસ્ત સમાજને સંતોષ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial