Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર બાયપાસ પાસે થયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૧ઃ જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે વાહન અકસ્માતમાં એક કારખાનેદારનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના વારસોએ વળતર મેળવવા કરેલી અરજીમાં રૂ.૬૦ લાખનું વળતર ટ્રિબ્યુનલે મંજૂર કર્યું છે.
જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં પ્રાણનાથ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામનું કારખાનુ ચલાવતા છગનભાઈ રવજીભાઈ ચોવટીયા લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ તરફ પોતાના બાઈકમાં જતા હતા ત્યારે માર્ગમાં એક ડમ્પર ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં છગનભાઈનંુ ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
ત્યારપછી મૃતકના વારસોએ વળતર મેળવવા મોટર એકસીડેન્ટ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. તે અરજીમાં સામેવાળા વાહનની વીમા કંપનીએ દલીલ કરી હતી કે, મૃતકના અવસાન પછી પણ તેમના વારસો કારખાનુ ચલાવી રહ્યા છે તેથી આવકમાં નુકસાની થઈ નથી. તેથી સામે અરજદારના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી ટ્રિબ્યુનલે રૂ.૬૦ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યાે છે. અરજદાર તરફથી વકીલ વિરલ રાચ્છ, સોહિલ બેલીમ, નૈતિક મહેતા, હર્ષિલ પટેલ, વાશ્વી શેઠ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial