Advertisement
Author: નોબત સમાચાર

ખોડિયાર કોલોનીમાં રેસ્ટોરન્ટ તથા બેકરીમાં તસ્કરનો હાથફેરોઃ ૩૧,૫૦૦ રોકડા ઉઠાવ્યા

બંને દુકાનના સીસીટીવીમાં તસ્કરની તમામ હરકત કંડારાઈઃ

જામનગર તા. ૧ઃ જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરન્ટ તથા બેકરીમાં ગુરૂવારની રાત્રે સાડા બાર વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન ચોરી થઈ છે. તસ્કરે રૂ.૩૧,૫૦૦ રોકડા ઉઠાવ્યા છે. તસ્કરની હરકતો બંને દુકાનના સીસીટીવી ફૂટેજમાં કંડારાઈ છે. પોલીસે તસ્કરના સગડ દબાવ્યા છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી ન્યુ પૂજા ફાસ્ટફૂડ કોર્નર તથા તેની બાજુમાં આવેલી શીબારો બેકરી નામની બે દુકાનમાં ગયા ગુરૂવારની રાત્રે કોઈ શખ્સ ઘૂસી ગયો હતો. પૂજા ફાસ્ટફૂડમાં આ શખ્સે કાચનો દરવાજો તોડી પ્રવેશ મેળવ્યા પછી સીડીથી ઉપર ચઢી જઈ ખાંખાખોળા કર્યા હતા.

તે દુકાનમાં કાઉન્ટરમાંથી તસ્કરને રૂ.૧૩૫૦૦ રોકડા મળી આવ્યા હતા. તે ચોરી ઉપરાંત તસ્કરે બાજુમાં જ આવેલી શિબારો બેકરીમાં પણ પાછળના ભાગથી પ્રવેશ મેળવી મોબાઈલની લાઈટ ચાલુ કરી ખાંખાખોળા કરતા તેને બેકરીના કાઉન્ટરના ખાનામાંથી રૂ.૧૮ હજાર રોકડા મળી આવ્યા હતા.

ઉપરોક્ત બંને ચોરી અંગે પૂજા ફાસ્ટફૂડના માલિક કરણ કિશોરભાઈ જોઈસરે ફરિયાદ નોંધાવી છે. તેમની દુકાન ઉપરાંત શિબારો બેકરીવાળા મુસ્તાક ઓસમાણભાઈ કાસમાણીની દુકાનમાં પણ ચોરી થયાનું તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે કુલ રૂ.૩૧૫૦૦ની રોકડની ચોરી અંગે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધ્યો છે. ચોરીના બંને બનાવ આ દુકાનોમાં મુકવામાં આવેલા સીસીટીવીમાં તસ્કરની તમામ હરકત કેદ થઈ છે. પોલીસે ફૂટેજ ચકાસી તપાસ આરંભી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh