Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈના પાર્લા દેરાસરમાં ગુરુજનોની નિશ્રામાં સંસાર ત્યાગ કરી દીક્ષાગ્રહણ કરશેઃ
જામનગરના મકીમ પરિવારની ર૩ વર્ષિય શિક્ષિત પુત્રી સાંસારિક જીવન છોડીને સંયમનો માર્ગ અપનાવનાર છે. ગઈકાલે જામનગરમાં તેણીના વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં અનેક સાધુ-ભગવંતો, જૈન મુનિઓ, જૈનો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં. જામનગરમાં મકીમ પરિવારના બંસીબેન (ઉ.વ. ર૩) દીક્ષા અંગીકાર કરનાર છે. તેમની દીક્ષા વિધિ આગામી તા. ર૬ ના મુંબઈના પાર્લા દેરાસર પરિસરમાં યોજાશે. ગઈકાલે જયેશભાઈ અને સુનિતાબેન મકીમ પરિવાર દ્વારા બંસીબેનના વરસીદાનનો વરઘોડો યોજાયો હતો. જે શેઠજી દેરાસરથી પ્રસ્થાન થયો હતો અને વિવિધ માર્ગ ઉપરથી પસાર થઈ ચાંદીબજાર પહોંચ્યો હતો. આચાર્ય અજીતનાથ સૂરિશ્વરજી મ.સા., સાધવી વિશુદ્યપાલાજી વિમલયશાશ્રીજી, આદિઠાણાની નિશ્રામાં મુમુક્ષ બંસી કુમારીની વરસીદાનની શોભાયાત્રા યોજાઈ હતી. જ્યાં બપોરે અસ્ટોતરી અભિષેક પૂજા અને વિદાયસમારોહ યોજાયો હતો. હવે તા. ર-૪-ર૦ર૪ ના શેઠજી દેરાસરમાં પંચ કલ્યાણક મહાપૂજા યોજાશે અને તા. ર૬ એપ્રિલના મુંબઈમાં પાર્લા દેરાસરમાં ગુરુજનોની ઉપસ્થિતિમાં દીક્ષા વિધિ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial