Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા
જામનગરમાં ઘાંચીની ખડકી પાસે ગેન્ગરેપના આરોપી દ્વારા ગઈકાલે ખડકાયેલ ચાર મકાનોને ઉપરાંત અન્ય એક શખ્સ દ્વારા નદીના પટ નજીક ગેરકાયદે બનાવાયેલ બોક્સ ક્રિકેટ મેદાનનું બાંધકામ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને સરકારી જમીન ખુલ્લી કરાવાઈ હતી. આ સમયે મ્યુનિ. કમિશનર અને જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યા હતાં અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સમગ્ર ડિમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને સરકારી જગ્યાનું દબાણ દૂર કરી જગ્યા ખાલી કરાવાઈ હતી.
જામનગરના સિટી 'એ' ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગેન્ગરેપના ગુન્હાના આરોપી હુશેન ગુલમામદ શેખ દ્વારા ઘાંચીની ખડકી વિસ્તારમાં મહાનગરપાલિકાની જગ્યામાં મકાનનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. લગભગ ચારેક મકાનનું બાંધકામ કરીને રપ૦૦ ચો.ફૂટ જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હતું.
આ બાબતે મહાનગરપાલિકાએ અગાઉ નોટીસ પાઠવી હતી. આ પછી ગત્ શનિવારે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી એસ્ટેટ શાખાની ટીમે આ ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કામગીરી એસ્ટેટ શાખાના કાર્યપાલક ઈજનેર નીતિન દિક્ષિત, ઉપરાંત અન્ય અધિકારીઓ સુનિલ ભાનુશાળી, અજય ગજ્જણ, યુવરાજસિંહ ઝાલા સહિતની દેખરેખ હેઠળ આ પાડતોડ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી,જેમાં ત્રણ જેસીબી, ટ્રેક્ટર વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સુભાષ બ્રીજ માર્ગે, નદીના પટ નજીકની જગ્યામાં એક શખ્સ દ્વારા બોક્સ ક્રિકેટ પીચ ગેરકાયદે બનાવાઈ હતી, અને પાંચેક હજાર ચો.ફૂટ જગ્યામાં દબાણ કરી લેવાયું હતું. આ અંગે પણ મહાનગરપાલિકા દ્વારા નોટીસ પાઠવ્યા પછી ગત્ શનિવારે આ બોક્સ ક્રિકેટ મેદાનનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું.
આ કામગીરી સમયે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ ઉપસ્થિત રહ્યા હતાં અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ પાડતોડ કામગીરી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial