Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોંધાયો છે ગુન્હોઃ
જામનગર તા.૬ : ખંભાળિયાના કોટા ગામની એક જમીન અંગે કરાયેલો સોદો રદ્દ થયા પછી પણ સોદો કરનારે તે જમીનનો કબજો જાળવી રાખતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરાઈ હતી. આ ગુન્હાના આરોપીએ તે જમીનની યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા માટે કરેલી મનાઈહુકમ મેળવવાની અરજી રદ્દ કરાઈ છે.
ખંભાળિયા તાલુકાના કોટા ગામમાં આવેલી રે.સ.નં.૧૪૬ વાળી જમીન પુંજાભાઈ ડાયાભાઈ નકુમ વગેરેએ સામતભાઈ મારખીભાઈ ગોરીયા પાસેથી વેચાતી લીધી હતી. તે જમીન પર બેંકનું દેવું હોવાથી પુંજાભાઈના નામે તે જમીન રેવન્યુ રેકર્ડમાં ચઢી ન હતી. તેમ છતાં તે જમીન રૂ.૪૫ લાખમાં ભાવેશ દેવુભાઈ રૂડાચ સાથે વેચવાનો સોદો કરી લેવાયો હતો.
તે જમીનના વેચાણ અંગે ભાવેશ રૂડાચે લખાણ કરાવી પક્ષકારો તથા સાક્ષીઓની સહી કરાવી લીધી હતી અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં તે દસ્તાવેજની નોંધણી કરાવી ન હતી. તે સોદો રદ્દ થયો હોવા છતાં ભાવેશે તે જમીનનો કબજો જાળવી રાખ્યો હતો. આથી ખંભાળિયા પોલીસ મથકમાં ભાવેશ રૂડાચ, તેના ભાઈ વેરશી રૂડાચ અને પિતા દેવુભાઈ ખીમાભાઈ રૂડાચ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
આ જમીન અંગે ખંભાળિયા સ્થિત દીવાની અદાલતમાં ભાવેશ રૂડાચે દાવો કરી તે જમીનની યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા મનાઈહુકમની માગણી કરી હતી. તે અંગે બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે ભાવેશ રૂડાચની મનાઈહુકમ માંગણી અરજી નામંજૂર રાખી છે. પ્રતિવાદી તરફથી વકીલ જીતેન્દ્ર હિંડોચા, અભિષેક ધ્રુવ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial