Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ચાર દિવસના રિમાન્ડ પર લીધોઃ
જામનગર તા.૬ : જામનગરમાં રૂ.૧૩ કરોડ ઉપરાંતનું ચીટીંગ કરવાના ગુન્હામાં સંડોવાયેલા ક્રેડીટ બુલ્સ ઈન્વેસ્ટમેન્ટ નામની પેઢીના આરોપી પૈકીના બે વિદેશ નાસી ગયા હતા. જેમાંથી એક આરોપી વાયા થાઈલેન્ડ થઈ નેપાળ પહોંચ્યા પછી ભારતમાં ઘૂસવાની તજવીજ કરતો હતો ત્યારે ત્યાં ધસી ગયેલી જામનગર પોલીસે આરોપીને દબોચી લઈ ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે.
જામનગરના એક આસામી એ ક્રેડીટ બુલ્સ ઈન્વેસ્ટમેન્ટ નામની પેઢીના સંચાલકોએ શહેરમાંથી રૂ.૧૩ કરોડ ઉપરાંતનું ચીટીંગ કર્યું હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે બ્રાંચના હેડ પંકજ પ્રવીણભાઈ વડગામા, સહ ભાગીદાર ફરઝાના ઈરફાન અહમદ શેખ, યશ દિનેશભાઈ સોલાણી, ધવલ દિનેશભાઈ સોલાણી વગેરે સામે ગુન્હો નોંધ્યો હતો.
આ ગુન્હાની શરૂ થયેલી તપાસમાં પંકજ વડગામા, ફરઝાના શેખ ઝડપાઈ ગયા હતા. બંને આરોપીને જેલ હવાલે કરી પોલીસે બાકીના આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જેમાં યશ દિનેશભાઈ અને ધવલ દિનેશભાઈ સોલાણી વિદેશ નાસી ગયા હોવાનું બહાર આવ્યું હતું. તે દરમિયાન અદાલતમાંથી યશ સોલાણી સામે વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. આ શખ્સે જામનગરની જીપીઆઈડી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. તે અરજી અને તે પછી હાઈકોર્ટમાં કરાયેલી આગોતરા જામીન અરજી રદ્દ થઈ હતી.
ઉપરોક્ત આરોપી દુબઈ અને ત્યાંથી થાઈલેન્ડ પહોંચી ગયો હતો. ત્યાં થોડો સમય રોકાયા પછી નેપાળ આવ્યો હતો અને ત્યાં બોર્ડર પરથી ભારતમાં પ્રવેશની તજવીજ કરતો હોવાની વિગત મળતા એસપી પ્રેમસુખ ડેલુની સૂચના અને ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાએ એક ટીમને નેપાળ બોર્ડર પર રવાના કરી હતી.
બિહાર સ્થિત રકસોલ બોર્ડર પર તપાસમાં રહેલી આ ટીમે યશ દિનેશભાઈ સોલાણીને દબોચી લીધો છે. આ શખ્સને જામનગર ખસેડી અદાલતમાં રજૂ કરાતા તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial