Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં એક વર્ષમાં કરોડોની વીજચોરી ઝડપાઈ: રિકવરીના આંકડા શંકાસ્પદ !

વર્ષ ર૦ર૪ માં જીયુવીએનએલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૩૦૪૮ માંથી ૧૦૩૮ ગુન્હામાં કાર્યવાહી

જામનગર તા. ૬: હાલારના બન્ને જિલ્લાના જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનમાં સને ર૦ર૪ ની સાલમાં ર૧ કરોડ ૬ર લાખની વીજચોરીના ૩૦૪૮ ગુન્હા નોંધાયા છે. તે પૈકી ૧૦૩૮ ગુન્હામાં ૪ કરોડ ૩પ લાખની માંડવાળની રકમની રિકવરી થઈ છે, જ્યારે ૪૦૪ કેસના ચાર્જસીટ કરીને ૪પ૦ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે.

હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળના જી.યુ.વી.એન.એલ. પોલીસ મથકમાં વર્ષ ર૦ર૪ દરમિયાન કુલ ૩૦૪૮ વીજચોરીના કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ રર કરોડ ૬ર લાખથી વધુની વીજચોરી અંગેના પોલીસ કેસ દાખલ કરાયા છે, જે પૈકી ૧૦૩૮ કેસને માંડવાળ કરવામાં આવ્યા હતાં અને તેમાં ૪ કરોડ ૩પ લાખની રિકવરી થઈ છે.

આ ઉપરાંત વર્ષ દરમિયાન કુલ ૪૦૪ કેસના જામનગરની અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવ્યા છે, અને તે પૈકી ૪પ૦ થી વધુ આરોપીઓને અટકાયત કરી લઈ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે.

વીજચોરીના ૪ કેસમાં ચાર આરોપીઓને દંડ સહિતની સજા પણ થઈ છે. વર્ષ ર૦ર૪ ના સમયગાળા દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક મહિલા સહિત ચાર આરોપીઓને સજા થઈ છે, અને ત્રણગણો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

વીજ પોલીસ સ્ટેશનનું

મહેકમ ૩૧નું જ્યારે ફરજ પર મૂકાયા માત્ર ૬ કર્મચારી

જામનગરના જી.યુ.વી.એન.એલ. પોલીસ મથકમાં એક પી.આઈ. અને એક પી.એસ.આઈ. તેમજ અન્ય પોલીસ સ્ટાફ સહિતનું કુલ ૩૧ કર્મચારીઓનું મહેકમ છે, અને પીજીવીસીએલ વર્તુળ કચેરી જામનગર કે જેની હેઠળ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો, બન્ને આવેલા છે. આટલા મોટા વિસ્તારના પોલીસ સ્ટેશન હેઠળના ૩૧ ના મહેકમ સાથેના પોલીસ સ્ટાફની સામે માત્ર ૬ પોલીસ અધિકારી-કર્મચારી સહિતના સ્ટાફ દ્વારા જ સમગ્ર કામગીરી ચલાવવામાં આવે છે.

હાલમાં પી.આઈ.ની પોસ્ટ ખાલી છે અને તેની જગ્યાએ એક પીેએસઆઈ નિમાયેલા છે, અને ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવે છે. તે ઉપરાંત બાકીના અન્ય પાંચ પોલીસ કર્મચારીઓ દ્વારા જ સમગ્ર વહીવટ ચલાવવામાં આવે છે, અને ૩૧ ના બદલે ૬ પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન આટલી મોટી કામગીરી કરી લેવામાં આવી હતી. જે ટીમ દ્વારા પી.એસ.ઓ.નો ચાર્જ, બન્ને જિલ્લામાં લોકલ બંદોબસ્ત, સમન્સ વોરંટ ડ્યુટી, ઈન્વેસ્ટિગેશન વર્ક સહિતની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ પણ ઓફિસ વર્ક તેમજ પેપર વર્ક માટે મદદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh