Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૦ વર્ષ જૂના મંદિરની જગ્યા માલિકીના તમામ કાગળો હોવા છતાં
ખંભાળિયા તા. ૦૬: બેટદ્વારકાના કેશવરાયજી મંદિરના દબાણને હટાવવા તંત્રની નોટીસ મળતા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા હાઈકોર્ટમાં ફરિયાદ કરાઈ હોવાનું જાણવા મળે છે.
બેટદ્વારકાના બેટમાં વર્ષોથી કેશવરાયજી ભગવાન કે જે કૃષ્ણ દ્વારકાધીશનું જ એક રૂપ છે તે પુષ્કર્ણા બ્રાહ્મણના ઈષ્ટદેવ હોય વર્ષો જુનું આ મંદિર બેટ દ્વારકામાં હનુમાન દાંડી જવાના રસ્તા પર મુખ્ય રસ્તાથી ૬૦/૭૦ મીટર દૂર ગલીમાં આવેલું છે તે મંદિરથી ગૌચરની જમીન પર દબાણ થયું છે. તથા બેટ દ્વારકા તથા દ્વારકા કોરીડોરના વિકાસને નડતરરૂપ હોવાનું જણાવીને તંત્ર દ્વારા કેશવરાય મંદિરને નોટીસ આપીને દબાણ નહીં હટાવાય તો તંત્ર દ્વારા મંદિર સંચાલકોના જોખમે તથા ખર્ચે દબાણ હટાવવા કાર્યવાહી થશે તેવી નોટીસ આપતા ભારે ચર્ચા જાગી છે.
કેશવરાયજી મંદિર સમિતિના દિલીપભાઈ બોડાએ જણાવેલ કે સો વર્ષથી વધુ સમયથી આ મંદિર યથાવત છે. તથા મુખ્ય રસ્તાથી દૂર આવેલું છે તથા મંદિરની જગ્યા માલિકીના તમામ કાગળો છે પણ ડી.એલ.આઈ.આર. તથા સિટી સર્વે વચ્ચે સંકલનના હોય તથા જગ્યાના આધારો અપડેટ ના હોય તંત્રની ભૂલને કારણે ગૌચરનું દબાણ ગણી તોડવા નોટીસ આપી છે.
ષુષ્કર્ણા સમાજમાં રોષ
બેટ દ્વારકા કેશવરાયજીનું મંદિર પુષ્કર્ણા બ્રાહ્મણોના ઈષ્ટદેવનું મંદિર હોય તથા સમગ્ર ભારતમાં પુષ્કર્ણા બ્રાહ્મણો મોટી સંખ્યામાં રહેતા હોય મંદિર પાડવાની તજવીજ થતાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ હતી તથા આ બાબતે દ્વારકા જિલ્લા કલેકટર, ધારાસભ્ય, પ્રાંત અધિકારી તથા ઓખા ન.પા.ના સત્તાવાળાઓને પણ પુષ્કર્ણા બ્રાહ્મણ અગ્રણીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.
ગુજરાત તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં મોટી સંખ્યામાં વસતા પુષ્કર્ણા બ્રાહ્મણો તેમના ઈષ્ટદેવ જે વર્ષોથી જે જગ્યામાં છે ત્યાં દબાણના નામે તંત્ર દ્વારા કનડગત શરૂ થતાં રોષની લાગણી સાથે રાજસ્થાન, કચ્છ ગુજરાતના પુષ્કર્ણા બ્રાહ્મણ અગ્રણીઓએ ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial