Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાધના કોલોની વેપારી એસોસિએશન દ્વારા
જામનગર તા. ૬: માનવ જીવનની ઉન્નતી, ભારતીય સંસ્કૃતિના રક્ષણ તથા સમગ્ર જીવો અને પિતૃઓના મોક્ષાર્થે પ.પૂ. સંતશ્રી યોગીરાજ બ્રહ્મચારી બાપુ તથા સાધના કોલોની વેપારી એસોસિએશન દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૭-૧ થી તા. ૧૩-૧ સુધી બપોરે ૩:૩૦ થી સાંજના ૬:૩૦ વાગ્યા દરમિયાન મહાદેવ મંદિર ચોક, સાધના કોલોની, રણજીત સાગર રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. પ.પૂ. સંતશ્રી યોગીરાજ બ્રહ્મચારી બાપુ વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે. જેમાં તા. ૭ના બપોરે ૩ વાગ્યે ક્રિષ્ના ડેરી (અશોકભાઈ ચાંદ્રાના નિવાસ સ્થાન) થી પોથીયાત્રા નીકળશે. તા. ૮ના કપીલ જન્મ, તા. ૯ના નૃસિંહ અવતાર, તા. ૧૦ના શ્રીકૃષ્ણ જન્મોત્સવ, તા. ૧૧ના ગોવર્ધન પૂજા, તા. ૧૨ના રૂક્ષ્મણી વિવાહ, તા. ૧૩ના સુદામા ચરિત્ર તથા કથાની પૂર્ણાહુતિ થશે. તા. ૧૪-૧ ના સવારે ૭ વાગ્યે મહા વિષ્ણુ યજ્ઞ યોજાશે. આ કથામાં કોઈપણ વ્યકિત પિતૃના ફોટા તથા પોથી નિઃશુલ્ક પધરાવી શકશે. પ્રજાજનોને કથાશ્રવણનો લાભ લેવા આયોજક સાધના કોલોની એસો. તથા સાધના કોલોનીના સમસ્ત ભકતજનો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial