Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર પ્રમુખપદ , જિલ્લા પ્રમુખપદ અને દ્વારકા જિલ્લા પ્રમુખપદ માટે અધધધ દાવેદારો નોંધાયા

હાલારમાં ભાજપના શહેર-જિલ્લા પ્રમુખપદની નિમણૂંકની પ્રક્રિયાઃ

જામનગર તા. ૬: જામનગર શહેર, જિલ્લો અને  દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખપદો માટે નિમણૂકની પ્રક્રિયા હેઠળ કુલ પર દાવેદારો નોંધાયા હોવાનું જાણવા મળે છે.

જામનગર

જામનગર શહેર-જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક માટે પ્રક્રિયા ચાલી રહી છે. શહેર માટે ૧૨ ઉમેદવારો અને જિલ્લા માટે ૨૧ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. સપ્તાહના અંત સુધીમાં નવા પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે. જામનગર શહેર ભાજપ પ્રમુખ પદની હોદ્દાની મુદ્દત પૂર્ણ થતા નવા પ્રમુખ પદ માટે ગત શનિવારે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે ૨૧ વ્યકિતઓએ પોતાની દાવેદારી કરી હતી જેમાં ડો. વિનોદ ભંડેરી, દિલીપસિંહ ચુડાસમા, કુમારપાલસિંહ રાણા, દિલીપ ભોજાણી, સુરેશ વશરા, કૌશિક રાબડીયા, લખધિરસિંહ જાડેજા, પ્રતિભાબા જાડેજા, નાનજીભાઈ ચોવટીયા, ભરતભાઈ અકબરી, વલ્લભભાઈ ધારવીયા, કાનજીભાઈ પરમાર, એમ.ડી. મકવાણા, હર્ષાબેન રાજગોર, લાલજીભાઈ વ્યાસ, બ્રીજરાજસિંહ જાડેજા (ધ્રોલ) ગીતાબેન નકુમ, ડી.ડી. જીવાણી, અરસીભાઈ કરંગીયા પ્રવિણભાઈ ભંડેરી અને ભરત બોરસદીયાનો સમાવેશ થાય છે. જયારે શહેર ભાજપના પ્રમુખ પદ માટે ૧૨ની દાવેદારી થવા પામી છે.

જેમાં ડો. વિમલ કગથરા, ખુમાનસિંહ સરવૈયા, વિજયસિંહ જેઠવા, ધર્મરાજસિંહ જાડેજા, ગિરીશભાઈ અમેથીયા, પ્રવિણ પરમાર, કે.જી. કનખરા, દયાબેન પરમાર, દિલીપ જોઈસર, દિલીપસિંહ જાડેજા, દિનેશ ગજરા અને ગોપાલ સોરઠીયાનો સમાવેશ થાય છે.

હવે આ તમામ ઉમેદવારી પત્રનો અહેવાલ પ્રદેશ પ્રમુખ સમક્ષ પહોંચ્યો છે. અને ત્યાંથી સપ્તાહના અંત સુધીમાં કદાચ નવા પ્રમુખ પદના નામની જાહેરાત થવાની શકયતા છે.

દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે ૧૯ દાવેદારોએ ફોર્મ રજૂ કર્યા હતા. જેમાં -- પ્રમુખ મયુરભાઈ ગઢવી, પૂર્વ જિ.પં. શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, જીતેન્દ્રભાઈ કણઝારીયા, હાલના મહામંત્રી રસીકભાઈ નકુમ, પૂર્વ પાલિકા પ્રમુખ શૈલેષભાઈ કણઝારીયા, ભાટીયાના અગ્રણી ડી.એસ. પરમાર, દેવરાજભાઈ ચોપડા, ટપુભાઈ સોનગરા, જિ.પં.ના પૂર્વ પ્રમુખ પાલભાઈ કરમુર, પ્રભાતભાઈ ચાવડા, ડો. કંડોરીયા, કાનભાઈ કરમુર, લખમણભાઈ ચાવડા, પરબતભાઈ ભાદરકા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, નટુભા જાડેજા, મહિલા અગ્રણી ફાલ્ગુનીબેન વ્યાસ, રાવલના અગ્રણી કેતનભાઈ મોટલા, બલુભાઈ ગઢવીએ પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh