Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે
જામનગર તા. ૬: જામનગર તાલુકાના અલીયા અને સૂર્યપરા ગામે ૧૪.૫૦ કરોડના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યુ હતું કે ગામડાઓમાં આયોજનબદ્ધ વિકાસ કાર્યો થવાથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે.
રાજ્યના કૃષિ, પશુપાલન, વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અલીયા- ચાવડા ગામથી સ્ટેટ હાઈવે સુધીના રોડ પર રૂ.૭ કરોડના ખર્ચે થયેલ રીસર્ફેસિંગ અને અલીયા ગામે રૂ.૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજરબ્રીજનું લોકાર્પણ અને સુર્યપરા ગામે રૂ.૨.૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર માઈનોર બ્રિજના કામનું ખાતમુહુર્ત કર્યું હતું. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની સરકાર દ્વારા ગામડાઓમાં આયોજનબદ્ધ વિકાસ કાર્યો કરવામાં આવતા નાગરિકોની સુખાકારીમાં વધારો થઇ રહૃાો છે અને ગામડાઓમાં પણ શહેરની સમકક્ષ સવલતો ઉભી કરવામાં આવી રહી છે. સૂર્યપરા ગામે માઈનોર બ્રીજ તૈયાર થવાથી પાણીનો ભરવો નહી થાય અને લોકો તથા ખેડૂતોને અવરજવર કરવામાં મુશ્કેેલીઓનો સામનો નહી કરવો પડે. તેમજ અલીયા-ચાવડા ગામથી સ્ટેટ હાઈવે સુધીના રોડ પર રીસર્ફેસિંગની કામગીરી તથા મેજરબ્રીજનું નિર્માણ થયું છે તેના થકી વાહનચાલકોની સમસ્યાઓનો અંત આવશે. અને લોકોનો સમય પણ બચશે.
તેમણેે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને મદદરૂપ થવા માટે હંમેશા તત્પર છે. હાલ ટેકાના ભાવે પાકોની ખરીદી થઇ રહી છે તેના થકી ખેડૂતમિત્રોને પાકના સારા ભાવો મળતા આર્થિક મદદ મળી છે. સૌની યોજના હેઠળ નદીનાળાઓમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોને બે સીઝનના પાકો લેવાનો લાભ મળી રહૃાો છે. ગામડાઓમાં પણ રોડ, રસ્તા, બ્રીજ, વગેરે જેવા કામો થતા નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, અલીયામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૫ કરોડના ખર્ચે ૧૨ મીટરના ૧૩ ગાળાનો મેજરબ્રીજ તથા અલીયા ચાવડાથી સ્ટેટ હાઈવે સુધી કિશાનપથ યોજના હેઠળ ૧૦.૫૦કી.મી.ના રસ્તા પર રૂૂ.૭ કરોડના ખર્ચે રીસરફેસિંગની કામગીરી કરવામાં આવી છે. જેના થકી અલીયા, ચાવડા તથા આજુબાજુના ગામના રહેવાસીઓ અને ખેડૂતોને ફાયદો થશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, અગ્રણી રમેશભાઈ મુંગરા, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ બોરસદીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુન્દભાઈ સભાયા, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેર છૈયા, સરપંચો, અગ્રણીઓ, તથા ગ્રામજનો બહોળા સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial