Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રિકેટ ટુર્નામેન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભગવાન ધન્વન્તરિનું પૂજન, યુનિવર્સિટીના ધ્વજનું આરોહણઃ
જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ૯ મા સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ, ક્રિકેટ ટુર્નામેન્ટ વિગેરે યોજાયા હતાં.
ધન્વન્તરિ ગ્રાઉન્ડ પર યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પૂર્વ ક્રિકેટર જામનગરના યુવરાજ અને રાજવી પરિવારના અજયસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. યુનિ.ના પટાંગણમાં ધન્વન્તરિ ભગવાનનું પૂજન કરી તેમના હસ્તે યુનિ.ના ધ્વજનું આરોહણ કરાયું હતું.
આ પ્રસંગે યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો. મુકુલ પટેલ, કુલસચિવ ડો. અશોક ચાવડા, શારીરિક સ્વાસ્થ્ય શિક્ષણના ડાયરેક્ટર હર્ષવર્ધન ઝાલા, બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય ડો. ભરત કલસરિયા, એકાઉન્ટ્સ ઓફિસર એમ. બાદી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
ઉદ્ઘાટન પ્રસંગે અજયસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કરી તેમના બાળપણ સમયની ક્રિકેટની યાદો તાજી કરી હતી. આયુ. યુનિ. સાથે જામનગરના રાજવી પરિવારના વર્ષો જુના સંબંધોને પણ યાદ કર્યા હતાં. વી.સી. ડો. મુકુલ પટેલે જામસાહેબ શત્રુશલ્યસિંહજી સાથેના સસ્મરણો વાગોળ્યા હતાં.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સ્થાપના દિન નિમિત્તે આયુર્વેદના વારસાને આગળ વધારવામાં પોતાનું યોગદાન આપનાર પૂર્વ આચાર્યો તથા સંશોધકોને યાદ કરતા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. મુકુલભાઈ પટેલનું કહેવું છે કે, 'આયુર્વેદનું જ્ઞાન એ દરેક રીતે માનવમાત્રના જીવનમાં સમૃદ્ધિ વધારનારૂ સાબિત થયું છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ ભારત અને વિશ્વભરમાં આયુર્વેદને ધારાધોરણ પ્રમાણેના અભ્યાસના ઢાંચામાં ઢાળવામાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સર્વ પ્રથમ રહી છે. શૈક્ષણિક ક્ષેત્રે આયુર્વેદનો અભ્યાસક્રમ ગોઠવાયો, મેઈનસ્ટ્રીમ મેડિકલમાં તેનો ઉમેરો થયો, દેશ-વિદેશના વિદ્યાર્થીઓ આ જ્ઞાનને મેળવવા માટે પ્રતિબદ્ધ થયા છે, ત્યારે આ દરેક તબક્કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું યોગદાન અતિ મહત્ત્વનું રહ્યું છે. આ સંસ્થાને આ મૂકામે પહોંચાડવામાં પોતાનો ફાળો આપનારા તમામનો આભાર માન્યો હતો.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial