Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની 'પ્રગતિનું પંચાગ' - ઓઇલ, એ.આઇ., ગીગા ફેક્ટરી, સોલાર એનર્જી અને વનતારાઃ
જામનગર તા. ૬: તાજેતરમાં જામનગરના ખાવડીમાં રિલાયન્સના ઉપક્રમે યોજાયેલ સ્વ. ધીરૂભાઈ અંબાણીના જન્મદિનની ઉજવણી તથા રિલાયન્સના સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનમાં અનેક બોલીવુડ સિતારાઓ તથા મહાનુભાવો ઉમટ્યા હતાં. આ તકે કંપનીના દરેક કર્મચારી તથા નિવૃત્ત કર્ચચારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે અંબાણી પરીવારના વક્તવ્યમાં રિલાયન્સના જામનગરના આગામી મોટા પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ થયો હતો.
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના વક્તવ્યમાં જામનગરમાં આવેલ વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી અર્થાત રિલાયન્સ, ઉપરાંત આગામી સમયમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.) નું સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાનું તથા ગીગા ફેક્ટરી વડે ડિજીટલ ફેક્ટરી તરીકે પણ શહેરને વિશ્વ સ્તરે મોખરે રાખવાનું તથા સોલાર એનર્જીમાં પણ ગ્લોબલ લીડર બનાવાના વિઝન સાથે વનતારાને પ્રકૃતિ સંરક્ષણ અને સેવાનાં સોપાન તરીકે વર્ણવી આ પાંચ મેગા પ્રોજેક્ટને કારણે જામનગર વિશ્વમાં પ્રગતિનાં પર્યાય સમાન બની રહેશે તેમ જણાવ્યું હતું.
નીતા અંબાણીએ કહ્યું હતું કે 'જામનગર ફક્ત એક જગ્યા નથી પરંતુ જામનગર રિલાયન્સની આત્મા છે' તેમણે તેમનાં પરિવારજનો માટે જામનગરનું મહત્ત્વ જણાવ્યું હતું.તેમણે ધીરૂભાઇ અંબાણી માટે જામનગર કર્મભૂમિ, કોકિલાબેન અંબાણી માટે જન્મભૂમિ, મુકેશ અંબાણી માટે શ્રદ્ધા ભૂમિ તથા નવી પેઢી અર્થાત તેમનાં બાળકો અને ખાસ કરીને અનંત અંબાણી માટે જામનગર સેવા ભૂમિ હોવાનું જણાવ્યું હતું.
અનંત અંબાણીએ પોતાના વક્તવ્યમાં દાદા ધીરૂભાઈ અંબાણીના જામનગર સંબંધિત દરેક સપનાને સાકાર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમજ વનતારાનો ઉલ્લેખ કરી દરેક જીવ પ્રત્યે પ્રેમ રાખવાનો સંદેશ આપ્યો હતો.
ઇશા અંબાણી પિરામલ એ પોતાના વક્તવ્યમાં દાદા સ્વ. ધીરૂભાઇને યાદ કરી જણાવ્યું હતું કે જામનગર એ વાતનું ઉદાહરણ છે કે 'એકતા, ઉત્સાહ અને લક્ષ્ય સાથે આગળ વધીએ તો કોઇ પણ કાર્ય અશક્ય નથી'
આકાશ અંબાણીએ ટેકનોલોજીનાં યુગમાં જામનગરને આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.) ક્ષેત્રે વિશ્વ સ્તરે નંબર વન બનાવનું લક્ષ્ય જણાવી જામનગરમાં માત્ર આગામી ૨૪ મહિનામાં એ.આઇ.પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત થઇ જવાની ઘોષણા કરી હતી.
એ.આઇ. થી લઇને સોલાર એનર્જી અને ગીગા (ડિજીટલ ફેક્ટરી) નાં માધ્યમથી જામનગરને આધુનિક વિશ્વમાં કેન્દ્રસ્થાન મળશે એ નિશ્વિત છે ત્યારે આગામી સમય અનેક ક્ષેત્રે વિપુલ તકોનાં નિર્માણની સંભાવનાઓ વચ્ચે એવુ કહી શકાય કે રિલાયન્સનાં આ પાંચ મેગા પ્રોજેક્ટ્સ એ શહેરની 'પ્રગતિના પંચાગ' સમાન છે અને જામનગરનો સુવર્ણકાળ આવી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial