Advertisement
Author: નોબત સમાચાર

ભાદરામાં લીઝના સ્થળે ફોટા પાડવાની ના પાડતા કોન્ટ્રાક્ટરને અપાઈ ધમકી

ગયા અઠવાડિયે એક યુવાન પર હુમલાની થઈ હતી રાવઃ

જામનગર તા. ૨૩: જોડિયાના ભાદરા પાસે ઉંડ નદીના પટમાંથી રેતી ઉપાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા એક આસામીએ માવાપરના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ગયા સપ્તાહે ફોટા પાડવાની બાબતે પાંચ શખ્સે હુમલો કર્યાની ફરિયાદ કરનાર શખ્સ સામે બીજા આસામીએ ઉપરોક્ત ફરિયાદ નોંધાવી છે.

જોડિયા તાલુકાના ભાદરા ગામની સીમમાં આવેલી ઉંડ નદી વિસ્તારમાં રેતી ઉપાડવાનો કોન્ટ્રાક્ટ મેળવનાર મચ્છાભાઈ મયાભાઈ ઝાપડા નામના ધ્રોલ તાલુકાના મજોઠ ગામના ભરવાડ પ્રૌઢે ધ્રોલ તાલુકાના માવાપર ગામના ગોકળભાઈ વાહણભાઈ વરૂ સામે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તેઓએ જણાવ્યા મુજબ તેમના લીઝના સ્થળે આવી ચઢેલા ગોકળભાઈએ ત્યાં ફોટા પાડવાનું શરૂ કર્યું હતું. તેથી મચ્છાભાઈએ ફોટા પાડવાની ના પાડતા ઉશ્કેરાયેલા ગોકળે ગાળો ભાંડ્યા પછી લીઝ બંધ કરાવી દેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે તે ફરિયાદ પરથી ગોકળ સામે ગુન્હો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે ઉંડ નદીના પટમાંથી રેતી ઉપાડવાનો અન્ય કોન્ટ્રાક્ટ ચાલે છે ત્યાં ફોટા પાડવા તથા વીડિયોગ્રાફી કરવા પહોંચેલા ગોકળભાઈ વરૂ પર લીઝ હોલ્ડરના પુત્ર સહિતના પાંચ શખ્સે હુમલો કરી માર માર્યાની તથા ગોકળભાઈના ત્રણ મોબાઈલ તોડી નાખ્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી. તે પછી ફરિયાદી ગોકળ સામે પણ ફરિયાદ થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh