Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેટીનો કાચ અને બે મોબાઈલ પણ તોડી નાખ્યાઃ
જામનગર તા. ૨૩: જામનગરમાં લાલવાડી વિસ્તારમાં મંગળવારે સાંજે ખાનગી ફાયનાન્સ પેઢી તરફથી વસૂલાત માટે આવેલા ચાર શખ્સે બે યુવાનને ધોકા-પાઈપ વડે માર માર્યાે હતો. પોલીસે રીક્વરી કરવા આવેલા આ શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે. ઉપરોક્ત બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા અને લાલવાડી ચોકડી પાસે નાસ્તાની રેંકડી રાખતા સ્મિત કાંતિલાલ કણઝારીયા મંગળવારે સાંજે પોતાની રેંકડીએ હતા. ત્યારે વાઘેરવાડા વાળા આસીફ તથા શકીલ વાઘેર આવ્યા હતા.
થોડા સમય પહેલાં સ્મિતના દાદાએ લોન પર એક મોપેડ ખરીદ્યુ હતું. તે મોપેડની લોન ચાલુ હતી. તે દરમિયાન દાદાનું અવસાન થતાં તેઓની લોન ક્લોઝ કરાવવામાં આવી હતી. તેમ છતાં લોન બંધ થઈ ન હતી. તેની ઉઘરાણી માટે ખાનગી ફાયનાન્સ પેઢી તરફથી આ શખ્સો આવ્યા હતા.
તેઓએ બળજબરીથી વાહન લઈ જવાનો પ્રયત્ન કરી સ્મિત તથા તેના ભાઈ અલ્પેશને ગાળો ભાંડી ફડાકો ઝીંક્યો હતો અને તે પછી ફોન કરીને જયપાલસિંહ ઝાલા, નદીમ સૈયદને બોલાવ્યા હતા. લાકડી તેમજ ધોકા સાથે આ શખ્સો પણ ધસી આવ્યા હતા અને ચારેય શખ્સે એકઠા થઈ સ્મિત તથા અલ્પેશને માર મારવા અંગે બંનેના રૂ. ૨૦ હજારની કિંમતના મોબાઈલ તોડી નાખ્યા હતા અને રેંકડીમાં પેટીનો કાચ ફોડી નાખ્યો હતો. સ્મિતે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઉપરોક્ત બનાવ વખતે લાલવાડી ચોકડી પાસે ટોળુ એકઠું થઈ ગયું હતું તેમાંથી કોઈએ લાકડી-ધોકાથી હુમલો કરતા શખ્સોનો વીડિયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial